ગાંધીનગર: મળતી માહિતી મુજબ, સેક્ટર-5-એ પ્લોટ નંબર પ્લોટ નં- 461/1 ખાતે જ્ઞાનપ્રકાશ કનુભાઈ સોલંકી (40 વર્ષ)એ શનિવારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બપોરે જમીને મકાનમાં ઉપરના માળે ગયેલા આધેડ સાંજે ચા પીવા માટે નીચે આવ્યા નહતાં. જેથી તેમના પિતા બોલાવવા માટે ઉપર ગયા હતાં. ઘણા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં આધેડે દરવાજો ખોલ્યો નહતો. બંધ દરવાજો અને યુવકનું મૌન જોઈને પરિવારનો સભ્યોને કંઈ અઘટિત બન્યાની શંકા ગઈ હતી. જેના પગલે પરિવારે પાડોશીને બોલાવીને મદદ માંગી હતી, જેથી એક વ્યક્તિ નજીકની ગેલેરીમાંથી ઉતરીને અંદર ગયો હતો અને રૂમનો દરવાજો ખોલ્યો હતો. પરિવાર રૂમમાં પહોંચ્યો ત્યારે જ્ઞાનપ્રકાશભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આ ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દે અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આધેડે આર્થિક સંકડામણને પગલે આપઘાત કર્યો હોવાનું કહેવાય છે. પ્રાઈવેટ નોકરી કરતાં આધેડ લોકડાઉનના પગલે ઘણાં સમયથી ઘરે જ હતાં. જ્ઞાનપ્રકાશના ઓચિંતા આપઘાતથી વૃદ્ધ માતા-પિતા ઉપરાંત પત્ની અને બાળકોએ ઘરનો મોભી ગુમાવ્યો છે. આધેડને સંતાનમાં 15 વર્ષની દીકરી અને 8 વર્ષનો દિકરો છે. લોકડાઉન બાદ આર્થિક સંકડામણના કારણે પાટનગરમાં આપઘાતનો પ્રથમ કિસ્સો બહાર આવતાં નાગરિકોમાં પણ અરેરાટી ફેલાઈ છે.
લોકડાઉનમા સ્થિતિ વિકટ બનતા પાટનગરના યુવાને ગળાફાંસો ખાઘો, પરિવારનો મોભ તૂટ્યો - committed
કોરોના વાઇરસના પગલે લાંબા સમય સુધી લોકડાઉનમાં અનેક કંપનીઓ અને ફેક્ટરી તબાહ થઇ ગઈ છે. અનેક પરિવારોના જીવનમાં આર્થિક સમસ્યાઓ અનલોક થઈ છે. લોકડાઉનના સમયથી નોકરી પર નહીં ગયેલા પાટનગરના આધેડે આર્થિક સંકડામણ સામે હારીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે વૃદ્ધ પિતા ચા પીવા માટે આધેડને બોલાવવા ગયા ત્યારે રૂમમાં લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો.