ગાંધીનગર : ચીનમાં આ વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો ત્રણ જેટલા કેસ કોના virus man પોઝિટિવ હોવાનું પણ કેરળ રાજ્યમાં સામે આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વાયરસના આવે તેના કારણે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીનથી આવતા અને જતા મુસાફરો માટે ખાસ ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. જ્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે જે લોકો નથી આવ્યા, તે લોકોને પણ 15 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિદેશી બાબતો, ગૃહ બાબતો, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય સંશોધન વિભાગ, અને ITBP, AFMS અને NDMAના પ્રતિનિધિઓ સાથે નોવલ કોરોના વાયરસ અંગેની સજ્જતા માટે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્ય સચિવે અત્યાર સુધીમાં છ સમીક્ષા બેઠકો કરી છે.
બેઠક બાદ એક નવી મુસાફરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15મી જાન્યુઆરી 2020થી ચાઇનાના યાત્રા કરીને પરત ફરેલા કોઈ પણ મુસાફરોને જુદા રાખવાની સલાહ આપવામાં આવે છે.
આજ સુધીમાં 445 ફ્લાઇટ્સમાંથી 58,658 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. IDSP દ્વારા લેવામાં આવેલા કુલ 142 શંકાસ્પદ મુસાફરોને જુદા તારવીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 130 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી 128 નકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ પર નજર રાખવામાં આવી છે. હાલમાં એમની સ્થિતિ સ્થિર છે.
વુહાનથી 330 મુસાફરોની (7 માલદીવના નાગરિકો સહિત) બીજી ટુકડી ભારત આવી છે. તેમાંથી 300 (7 માલદીવના નાગરિકો સહિત) ITBP ચાવલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને 30 માનેસરમાં છે. તેમના પર અસરકારક રીતે નજર રાખવામાં આવી રહી છે.
▪કોરોના વાયરસ અપડેટ: નવી મુસાફરી માર્ગદર્શિકા
અગાઉ જણાવાયુ હતું એમ જ હજી પણ સુધારેલી મુસાફરી માર્ગદર્શિકા મુજબ લોકોને ચીનાની મુસાફરીથી દૂર રહેવાની સલાહ છે, અને 15મી જાન્યુઆરી 2020થી ચીનમાં મુસાફરીનો ઇતિહાસ ધરાવનાર કોઈપણને જુદાં જુદાં તારવવાના રહેશે.
ચાઇનીઝ પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા સુવિધા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
- ચાઇનીઝ નાગરિકોને અગાઉ જારી કરાયેલ ઇ-વિઝા અસ્થાયી રૂપે માન્ય નથી.
- ચાઇનાથી ફિજીકલ વિઝા માટે ઓનલાઇન અરજી સબમિટ કરવાની સુવિધા રદ્દ કરવામાં આવી છે.
- જેમને ભારતની મુલાકાત લેવી ફરજિયાત છે એવા લોકોએ બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અથવા શાંઘાઈ અથવા ગુઆંગઝુમાં આવેલા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવો