ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે વીજળીની ઉત્પાદન ક્ષમતા અને કેટલા રાજ્યોને ગુજરાત સરકારે વીજળી પૂરી પાડી છે તે અંગેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રાજ્ય સરકારે દેશના 10 રાજ્યોમાં વીજળીનું વેચાણ કર્યું છે જેમાં ઉત્તર પ્રદેશ 9.54 મિલિયન યુનિટ, બિહાર 7.13 મિલિયન યુનિટ, પશ્ચિમ બંગાળ 8.55 મિલિયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી છે."
- આંધ્ર પ્રદેશ 5.40 મિલિયન વીજળી યુનિટ 4.44ના દરે
- છત્તીસગઢ 0.50 મિલિયન વીજળી યુનિટ 4.40ના દરે
- તામિલનાડુ 1.60 મિલિયન વીજળી યુનિટ 5.13ના દરે
- ઉત્તરપ્રદેશ 9.54 મિલિયન વીજળી યુનિટ 4.07ના દરે
- મહારાષ્ટ્ર 0.50 મિલિયન વીજળી યુનિટ 4.00ના દરે
- પશ્ચિમ બંગાળ 8.55 મિલિયન યુનિટ 4.00ના દરે
- બિહાર 7.13 મિલિયન યુનિટ 4.71ના દરે
- ઝારખંડ 3.30 મિલીયન યુનિટ 3.91ના દરે
- ઓરિસ્સા 6.05 મિલિયન યુનિટ 4.5 ના દરે
- માણિપુર 0.04 મિલિયન યુનિટ 5 રૂપિયાના દરે
આ ઉપરાંત ઇન્ડિયન એનર્જી એક્સચેન્જને 138. 21 મિલિયન યુનિટ વીજળીનું 4.11 પ્રતિ યુનિટના ભાવે ગુજરાત સરકારે વેચાણ કર્યુ છે.