મગફળી ખરીદી બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોની મગફળી જે કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વધુ 15 દિવસની ફાળવણી કરવામાં આવી છે. જેથી પંદર દિવસની અંદર મગફળીનું ભેજનું પ્રમાણ નિયત પ્રમાણમાં આવી જાય અને ખેડૂતોને કોઇ પ્રકારનું નુકસાન ના થાય.
આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ ક્ષમા મળેલી બેઠકમાં ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોને વધુ 15 દિવસની રાહત આપવામાં આવી છે. ખેડૂતોની મગફળી સુકાઈ જાય અને નિયત કરેલ ભેજવાળી મગફળી રાજ્ય સરકાર ખરીદે તે રીતનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને ભેજવાળી મગફળીના કારણે ખોખાઓ ન પડે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારે 15 દિવસની વધુ મુદત આવી છે.
ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે રાજ્યના આઠ જિલ્લા જેવા કે, બોટાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હોવાના કારણે ખેતરમાં રહેલ મગફળી પલળી ગઈ હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સૌરભ પટેલ અને આર.સી.ફળદુને ખાસ કમિટી બનાવીને તમામ જિલ્લાઓમાં જે ખેતરમાં પાણી ભરાયા છે. તેનો સર્વે કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને વર્તમાન પરિસ્થિતિ કઈ રીતની છે. તે અંગેનો પણ રિપોર્ટ આજે ત્રણેય કેબિનેટના પ્રધાનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કુલ 25 લાખ મેટ્રિક ટન મગફળી નું ઉત્પાદન થયું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યના 144 સેન્ટરો પર થી ખરીદી કરવામાં આવશે, જ્યારે પ્રતિ મણે 1018 રૂપિયા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જ્યારે 15 દિવસના બ્રેક બાદ રાજ્ય સરકારે ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેમાં આજે પ્રથમ દિવસે14 જિલ્લાના 476 ખેડૂતોએ 4.70 કરોડની મગફળીની રાજ્ય સરકારને વેચી છે..