ગાંધીનગર : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવેથી ખાનગી તબીબોના ડિસ્ક્રિપ્શન આધારિત ખાનગી કે સરકારી લેબોરેટરી ખાતે ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબો હોય તેમજ લેબોરેટરીએ જે તે જિલ્લા કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા માન્ય મોબાઈલ એપ્લિકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે.
આ સાથે જ કોરોના વાઇરસ સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાનમાં લઈને જે પણ દર્દીનો ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે આ દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. દર્દીના ટેસ્ટનું પરિણામ આવે ત્યારબાદ નેગેટિવ હોય તો દર્દીની સ્થિતિને આધારે તબીબી રજા આપી શકશે, પરંતુ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કોવિડ-19ની ટ્રિટમેન્ટ માર્ગદર્શિકાને અનુસરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ ટેસ્ટ માટે અરજી કરે તેના 24 કલાકની અંદર જો યોગ્ય જણાય તો જ ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપશે.