ETV Bharat / state

આગામી 15 ડિસેમ્બર પહેલાં ભાજપના પ્રધાનમંડળમાં સામાન્ય ફેરફારની શક્યતા - C r Patil

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ફાળે તમામ 8 બેઠકો આવી છે. ત્યારે આગામી 15 ડિસેમ્બર પહેલા ભાજપ સંગઠન તેમજ પ્રધાનમંડળમાં મોટાપાયે ફેરફારો થાય તેવી શક્યતાઓ છે.

આગામી 15 ડિસેમ્બર પહેલા ભાજપ મંત્રીમંડળમાં સામાન્ય ફેરફારો ની શક્યતા

author img

By

Published : Nov 18, 2020, 5:32 PM IST

  • પ્રધાનમંડળના વિસ્તરણમાં સામાન્ય ફેરફારની શક્યતા
  • એક કે બે ધારાસભ્યોને પ્રધાનપદ આપવામાં આવી શકે છે
  • સંગઠનના નવા માળખાની થશે જાહેરાત
  • પાટીલની દિલ્હી મુલાકાત બાદ બોર્ડ નિગમમાં વરણી થવાની શક્યતાઓ

ગાંધીનગર: છેલ્લા કેટલાક સમયથી વિજય રૂપાણી સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તે પ્રકારની વાતો થઈ રહી છે. ત્યારે હવે ફરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ફાળે તમામ 8 બેઠકો આવી છે. ત્યારે હવે ફરીથી પ્રધાન મંડળના વિસ્તરણની વાતો સામે આવી રહી છે. સાથે જ ભાજપ સંગઠનમાં પણ ફેરફારની વાતો પણ સચિવાલયમાં ચર્ચાઈ રહી છે. જો હવે સંગઠન અને પ્રધાનમંડળમાં સુધારો વધારો થાય તો ડિસેમ્બર 15 પહેલા થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

આગામી 15 ડિસેમ્બર પહેલાં ભાજપના પ્રધાનમંડળમાં સામાન્ય ફેરફારની શક્યતા

પ્રધાનમંડળમાં સામાન્ય ફેરફારો થશે

વિધાનસભાની તમામ 8 બેઠકોની પેટા ચૂંટણી ભાજપે જીતી લેતા હવે હાલ પૂરતુ મંત્રી મંડળના વિસ્તરણ પર પૂર્ણવિરામ છે. અગાઉ એવી ધારણા હતી કે પરિણામો બાદ મોટા અને ધરખમ રાજકીય ફેરફારો થશે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એટલુ જ નહી નવા પ્રધાનો તરીકે શશીકાંત પંડ્યા, અને આત્મારામ પરમારને જગ્યા આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

બોર્ડ નિગમમાં નિમણૂક થશે.

રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી ખાલી પડેલા બોર્ડ નિગમોમાં ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો વગેરની રાજકીય નિમણૂકો આગામી ડીસેમ્બરમાં તબક્કાવાર કરાશે, તેવી શક્યતાઓ છે.

સી. આર. પાટીલની દિલ્હી મુલાકાત પર ચર્ચાઓ

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત હાંસલ કર્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હી ખાતે ગયા હતા જ્યા આગળ ભાજપના મોવડી મંડળ સાથે બેઠક કરી હતી જેમાં ગુજરાતના સંગઠનમાં ફેરબદલી સહિત રાજ્યમાં ખાલી રહેલી બોર્ડ નિગમ સહિત અન્ય ડાયરેક્ટરની પોસ્ટમાં કોની કોની પસંદગી કરવી તે મામલે ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ સૂત્રો કહે છે,ડિસેમ્બર માસમાં કમૂર્તા બેસે તે પહેલાં બોર્ડ અને નિગમમાં ખાલી પડેલી ચેરમેન સહિત ડિરેક્ટરની નિમણુકની જાહેરાત કરી દેવામાં આવશે.

સંગઠનમાં આઇ.કે. જાડેજાનું પત્તુ કપાશે

ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ પક્ષમાં આઇ.કે.જાડેજાનું કદ ઓછું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણી દરમિયાન આઇ.કે.જાડેજાને મહત્વની જવાબદારી આપવામાં આવી હતી જેમાં પણ તેઓ ખરા ઉતર્યા હતા તેમ છતાં પણ ક્યાંક આઇ.કે.જાડેજાની વિરુદ્ધમાં પવનની દિશા વહી રહી હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.