ગાંધીનગરઃ સચિવાયલ ગેટ નંબર-4 પાસે મંગળવારે સાંજે મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાટણ તાલુકાના એક ગામમાં રહેતી મહિલા પોતાની રજૂઆત સાથે સચિવાયલ પહોંચી હતી. જો કે, અંદર જવા ન દેવાતા તેને ઝેરી દવા પી લીધી હતી, જેને પગલે હાજર પોલીસે તાત્કાલિક 108 બોલાવી મહિલાને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડી હતી.
મહિલાનો આક્ષેપ છે કે, તેના ગામના 2 શખ્સોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધતી નથી. એટલે તે ગાંધીનગર રજૂઆત કરવા આવી હતી, આખો દિવસ ફર્યા પછી પણ અંદર જવા ન મળતા તેને દવા પી લીધી હતી. ઘટનાને પગલે પોલીસે જરૂરી નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..