- લવ જેહાદ કાયદો બજેટ સત્રમાં પાસ નહીં થાય
- કાયદામાં હજૂ છણાવટ બાકી
- કાયદા હેઠળ હજૂ સંશોધન કાર્યરત
- બજેટ સેશન બાદ ચોમાસા સત્રમાં લવ જેહાદ કાયદો થશે પસાર
ગાંધીનગર : ભાજપ શાસિત પ્રદેશ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં લવ જેહાદનો કાયદો હમણાં જ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ લવ જેહાદના કેસમાં જે રીતના દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને ઘટનાઓ સામે આવી રહી છે. જેને ધ્યાનમાં લઈને હવે ગુજરાત સરકારે પણ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જે લવ જેહાદનો કાયદો છે તેનો અભ્યાસ શરૂ કર્યો છે.
રાજ્ય સરકારે ગૃહ વિભાગ અને કાયદા વિભાગને નિર્દેશન કર્યું
રાજ્ય સરકારના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં લવ જેહાદનો કાયદો છે, તે બાબતે સંબંધિત ગૃહ વિભાગ કાયદા વિભાગ અને કાયદાકીય તથા સંસદીય બાબતોનો નિર્દેશન કરવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપશાસિત રાજ્યોમાં અમલી બનેલ આ કાયદાને ગુજરાત સરકાર અનુસરી શકશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, લવ જેહાદના કાયદા બાબતે અધિકારીઓ દ્વારા હજૂ સંશોધન કરવામાં આવી રહ્યું છે. જ્યારે નવા કાયદામાં જુના કાયદામાં અલગ-અલગ કલમો લાગે છે અસર થઈ રહી છે ત્યારે આ બાબતે હજુ વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે.
થોડા સમય પહેલા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કાયદાની કરી હતી માગ
રાજ્યમાં જે રીતે લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી હતી. તેને ધ્યાનમાં લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ રાજ્ય સરકાર પાસેથી લવ જેહાદ કાયદાની માગ કરી હતી. આ સાથે ગુજરાત સરકાર વિધાનસભાગૃહમાં લવ જેહાદનો કાયદો બનાવીને પસાર કરે તેવી પણ માગ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી.