ETV Bharat / state

પહેલા કોરોનાં ફેલાવી પાટનગર બાનમાં લીધું, હવે BJP આગેવાનો પાસે ભલામણ કરાવી સિવિલ માથે લીધી - corona in gujrat

રાજ્યના પાટનગરમાં કોરોના વાઇરસના નવ કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં દુબઇથી આવેલા એક યુવકના કારણે સમગ્ર કોરોના વઇરસનો ફેલાવો થયો છે.

પહેલા કોરોનાં ફેલાવી પાટનગર બાનમાં લીધુ
પહેલા કોરોનાં ફેલાવી પાટનગર બાનમાં લીધુ
author img

By

Published : Mar 30, 2020, 3:47 PM IST

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં કોરોના વાઇરસના નવ કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં દુબઇથી આવેલા એક યુવકના કારણે સમગ્ર કોરોના વાઇરસનો ફેલાવો થયો છે. એક યુવક હાલ અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે અન્ય તેના છ સભ્યો ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે પહેલા જાગૃતતા નહીં લેતા સમગ્ર શહેરને બાનમાં લીધું છે.

રાજ્યમાં કોરોના વાઇરસના 69 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં આંકડો 9 ઉપર પહોંચ્યો છે, પરંતુ પાટનગરમાં જેટલા પણ કે સામે આવી રહ્યા છે, તે એકમાત્ર સેકટર 29માં રહેતા ઉમંગ પટેલના કારણે બની રહ્યા છે. હાલ ઉમંગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહેલા તેમના પરિવારના 6 સભ્યો દ્વારા હવે સિવિલ હોસ્પીટલને માથે લેવામાં આવી રહી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. અવારનવાર સિવિલની કામગીરીમાં ક્ષતિઓ કાઢવામાં આવી રહી છે. તેની સાથે સાથે વારંવાર પ્રધાનોથી લઈને શહેરના આગેવાનો પાસે યોગ્ય સારવાર કરવા માટે ભલામણો માટે ફોન કરાવવામાં આવી રહ્યા છે. સાથે જે વોર્ડમાં રાખવામાં આવ્યા છે તે વોર્ડમાં દિવાલ પરની ટાઈલ્સ પણ યોગ્ય લગાવી નથી, તેવી પણ ફરિયાદો કરવામાં આવી રહી છે, તેને લઈને હવે સિવિલના કર્મચારીઓ પણ કંટાળી ગયા છે.

બીજી તરફ એક કલાકે બેડ ઉપર રહેલી ચાદર બદલવાની માગ કરવામાં આવી રહી છે, જ્યારે ખાનગી હોસ્પિટલ એપોલોમાં આપવામાં આવે તેવી સુવિધા સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જેને લઇને સિવિલના અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ પણ કંટાળી ગયા છે.

ગાંધીનગર ભાજપના એક નેતા દિવસમાં ત્રણવાર ફોન કરી રહ્યાં છે. તેની સાથે તેમના ખબર-અંતર કાઢવા માટે એક કરતા વધુ લોકોને પરમીશન આપવા માટે પણ વારંવાર સિવિલના કર્મચારીઓને ફોન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ એક કરતાં વધુ નાગરિકોને કામ સિવાય બહાર નીકળવું પણ નહીં તેવું વડાપ્રધાને નિવેદન કર્યા બાદ પણ આ ભાજપના નેતાઓ સગા-સંબંધીઓને મળવા દેવાની ભલામણો કરી રહ્યા છે. તે કેટલા અંશે વ્યાજબી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.