ETV Bharat / state

પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાંથી ગુજરાતે સૌથી વધુ ટ્રેન દોડાવી : અશ્વિનીકુમાર - સૌથી વધુ સંખ્યામાં ટ્રેનો

રાજ્યમાં શ્રમિકો વતન જવા માટે હલ્લાબોલ કરી રહ્યા છે. હાલમાં પણ તેઓ પોતાની લાચારી સરકાર સુધી પહોંચાડી શકતા નથી તેવા સમયે મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે, દેશભરમાં ગત મધરાત સુધીમાં દોડેલી કુલ 364 પૈકીની 167 ટ્રેનો તો ગુજરાત રાજ્ય દ્વારા જ દોડાડવામાં આવી છે. આ દૃષ્ટિએ લગભગ 46 ટકાના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. જેણે મહત્તમ સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ અને શ્રમજીવી ટ્રેનો દોડાવીને શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવામાં મદદ કરી છે.

પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 168 ટ્રેનો દોડાવી : અશ્વિનીકુમાર

author img

By

Published : May 10, 2020, 7:26 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાંથી સૌથી વધુ સંખ્યામાં ટ્રેન દોડાવવામાં આવી છે. ગુજરાત પછીના ક્રમે 45 ટ્રેનો સાથે મહારાષ્ટ્ર, 36 ટ્રેનો સાથે પંજાબ, 25 ટ્રેન સાથે તેલંગાણા, 24 ટ્રેન સાથે કેરળ, 20 ટ્રેન સાથે રાજસ્થાન, 14 ટ્રેનો સાથે કર્ણાટક અને 11 ટ્રેનો સાથે હરિયાણા છે. મહારાષ્ટ્ની સરખામણીએ લગભગ ત્રણ ગણી વધુ ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવવાની કામગીરી થઇ છે, જેના દ્વારા આશરે બે લાખ શ્રમિકોને તેમના વતન સુખરૂપ પહોંચતા કરવામાં આવ્યા છે. આ શ્રમજીવી અને સ્પેશ્યલ શ્રમિક ટ્રેનો ઓડિશા, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે પૂરતી વ્યવસ્થા સાથે દોડાડવામાં આવી છે.

પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 168 ટ્રેનો દોડાવી : અશ્વિનીકુમાર

પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરો માટે જે ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવાઈ તેમાં રવિવારે સવારે નવ કલાકે દોડાવેલી વધુ એક ટ્રેનનો ઉમેરો કરીએ તો આ સંખ્યા 168 ઉપર પહોંચે છે. શનિવારના રોજ કુલ 42 ટ્રેનો મારફત શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા. રવિવારના રોજ વધુ 56 ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવશે. જેમા અમદાવાદ-સાબરમતી અને વિરમગામથી 18 ટ્રેનો, સુરત ખાતેથી 14 ટ્રેનો, વડોદરા અને રાજકોટથી 3-3 ટ્રેનો તથા બાકીના અલગ-અલગ શહેરોમાંથી ટ્રેનો પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા રવાના થશે.

આજે આ વધુ 56 ટ્રેનો મારફત આશરે 67,200 શ્રમિકો તેમના વતન જશે. જો અગાઉના 2 લાખ અને આજે રવાના થનારા શ્રમિકોની સંખ્યાને જોડી લઈએ તો કુલ લગભગ 2 લાખ, 68,000 શ્રમિકોને તેમના વતનમાં પહોંચતા કરવાની કામગીરી રાજ્ય સરકાર મારફતે કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.