આણંદના પાદરા તાલુકાના અભોર ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ બનાવવા માટે પોતાની જમીન સરકારને આપી હતી. સરકારે સંપાદનના નિયમ પ્રમાણે ખેડૂતોને 50 ટકા જેટલી રકમની ચૂકવણી કરી હતી. પરંતુ બાકીની ચૂકવણી હજી સુધી બાકી હતી. ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકારે કોઈ જ પગલા લીધા ન હતા. જેને કારણે ખેડૂતોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
આ બાબતે પાદરા સિવિલ કોર્ટના વકીલ આર.ડી. પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 1992 પહેલા રાજ્ય સરકારે નર્મદા કેનાલ બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન માંગી હતી. જેમાં ખેડૂતોએ જમીન તો આપી પરંતુ તેઓને પૂરતું વળતર આપ્યું નથી. જે અંગે કુલ 57 લાખ જેટલી બાતમાર રકમ ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે સમયે રાજ્ય સરકારે નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરી હતી, તે સમયે ખેડૂતોને 1,625 રૂપિયા ચૂકવવાના હતા. પરંતુ રાજ્ય સરકારે ફક્ત 1,400 રૂપિયાની ચૂકવણી કરી અને બાકીના રકમની ચૂકવણી કરી ન હતી. છેલ્લે 28 વર્ષના અંતે હવે વ્યાજ અને મુદ્દલ સહિત 57 લાખથી વધુ રકમ બાકી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાટનગર યોજનામાં જે ઓફિસમાં સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારે કંઈક આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ તેનો આદેશ યોજના દ્વારા ખેડૂતોને સાત દિવસની અંદર બાકીના નાણાં ચૂકવવાની લેખિતમાં અરજી આવી છે. આમ જો નાણાંનું ચૂકવણું નહીં કરવામાં આવે તો 31 જાન્યુઆરી બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ...