ગાંધીનગર: પાટનગર સિવિલનાં ENT વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ યોગેશ ગજ્જર દ્વારા વોર્ડમાં ફરજ બજાવતા અન્ય તબીબોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. પોતાની મરજી પ્રમાણે તબીબોને ફરજ સોંપે છે. તે ઉપરાંત જન્મજાત મુંગા બહેરા બાળકો સામાન્ય લોકોની જેમ થાય તે માટે ન્યુ બોર્ન હિયરિંગ કરવામાં આવે છે. જેને લઇને ઓઇ મશીન દ્વારા ઓપરેશન કરાય છે, પરંતુ આ મશીનને પીડીયાટ્રીક વોર્ડમાં આપવાનો આદેશ હોવા છતાં પોતાની પાસે રાખવામાં આવ્યું હતું. જ્યારે વિવાદ થયો ત્યારબાદ તેને પીડીયાટ્રીક વોર્ડમાં મોકલ્યું હતું.
આરોગ્ય પ્રધાનને કરેલી લેખિત રજૂઆત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ તબીબના ત્રાસના કારણે કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન શીખવા માટે આવેલા ત્રણ તબીબોએ ડોક્ટર કારણે રાજીનામું આપીને જતા રહ્યા છે. તે ઉપરાંત પોતાની પાસે બે તબીબોને બેસાડી રાખે છે. જ્યારે સારવાર માટે આવેલા દર્દીઓને પણ કલાકો સુધી બેસાડી રાખે છે, પરંતુ પોતાની પાસે રહેલા તબીબને સારવાર માટે જવા દેતા નથી. થોડા સમય પહેલા એક માતા પોતાના બાળકને લઇને સારવાર માટે આવી હતી, પરંતુ તેને કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ત્રણ કલાક સુધી બેસાડી રાખે તેને સારવાર કરી નહતી.યોગેશ ગજ્જર અગાઉ પાટણમાં ફરજ બજાવતા હતા, તે હોસ્પિટલમાં લાખો રૂપિયાનું કરપ્શન કરવામાં આવ્યું હતું. તેમ પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તે ઉપરાંત પણ આ તબિબના ત્રાસના કારણે ડોક્ટરો રાજીનામું આપીને રવાના થઇ ગયા હતાં. ત્યારે ગાંધીનગર સિવિલ વોર્ડમાં ફરજ બજાવતા તબીબોએ ડિપાર્ટમેન્ટના હેડના ત્રાસથી બચવા માટે આરોગ્ય પ્રધાનને લેખિત ફરિયાદ કરી છે. ત્યારે એવું પણ જણાવ્યું છે કે, જો આ હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ત્રાસમાંથી મુક્ત કરવામાં નહિ આવે તો ENT વોર્ડના તમામ તબીબો એકસાથે રાજીનામુ ધરી દેશે.