વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભા ગૃહમાં કહ્યું કે, અમારા વિસ્તારમાં અનેક શાળાઓના મકાન જર્જરિત થઈ ગયા છે તેવું પ્રમાણપત્ર પણ સરકારે આપ્યું છે. શાળામાં શિક્ષકોની ઘટ છે, એક જ ક્લાસમાં ચાર-પાંચ ધોરણના ક્લાસ ભેગા કરી શિક્ષણ આપવામાં આવે છે. અમારા વિસ્તારમાં મઘ્યાહન ભોજન આપવાનું કામ નાયક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જે તદ્દન હલકી કક્ષાનું હોય છે.
એક જ ટોલચામાં દાળ અને શાક ભેગું કરી આપવામાં આવે છે. રોટલી ટાયરની જેમ ફરી શકે, તેવી હોય છે. આવી રોટલી પર શાક આપીને બાળકોને ખવડાવવામાં આવે છે. આ ખોરાક બાળકોના આરોગ્ય માટે હાનિકારક છે. અનેક રજૂઆત પછી પણ સ્થાનિક તંત્ર દ્વારા નાયક ફાઉન્ડેશન સામે હલકી કક્ષાનું ભોજન આપવાની બાબતમાં કોઇ પગલા ભરવામાં આવતાં નથી તો તે બાબાતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.