ગાંધીનગરઃ વાવોલ ગામમાં ગુડા દ્વારા નવો 45 મીટર રોડ બનાવવામાં આવ્યો છે, જે ઉવારસદ થઈને અડાલજ તરફ જાય છે. પરંતુ આ રોડ બનાવવામાં કૂટનીતિ કરવામાં આવી હોય તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ગાયકવાડ સમય વાવોલ ગામ માંથી કલોલ તરફ જે રસ્તા ઉપર એસટી બસો જતી હતી, તે રસ્તા ઉપર બિલ્ડરોનો ડોળો ડળકયો કયો છે. પરિણામે પાણી જવાના રસ્તાને જ દીવાલ બનાવીને બંધ કરી નાખ્યો છે. પરિણામે આગળ મેઇન કેનાલ સુધી પાણી પહોંચી જતું હતું, તે જવાનું બંધ થઈ ગયું છે. જ્યારે રસ્તો બંધ થવાના કારણે પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી જાય છે.
વાવોલ ગામના રહીશ અને ખેડૂત પ્રવિણસિંહ ગોલએ કહ્યું કે, બિલ્ડરો અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતોની હાલત દયનીય બની રહી છે ખેડૂતોનો ઊભો પાક પાણીના કારણે કોહવાઈ જાય છે વર્ષો જુના રસ્તા ઉપર માત્ર ભૂંગળા નાખીને અધિકારીઓ દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે. પરંતુ તેનાથી વધુ આગળ જઈએ તો રસ્તા ઉપર બિલ્ડરોએ દીવાલ ચણી નાખી છે. આ બાબતે ઘોડામાં કલેક્ટરમાં તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું સામે આવી રહી છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો ગુડા દ્વારા બનાવવામાં આવેલા રોડ ને ખેડૂતો દ્વારા ઉખાડી નાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.