ETV Bharat / state

ગાંધીનગર સિવિલમાં કોરોના દર્દીના સગા કરી રહ્યા છે સ્ટ્રેચર મુકવાનું કામ: વીડિયો વાયરલ

કોરોના દર્દીઓની હાલત અમદાવાદ સિવિલમાં બદતર થઈ ગઈ છે. અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટી હોવાના કારણે હવે અમદાવાદ સિવિલની અસર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. કોરોના દર્દીનું સિવિલમાં મોત થયા બાદ પીએમ રૂમથી લઈને એમ્બ્યુલન્સમાં મૃતદેહ મૂકવા સુધી કેવું કામ કરાવાય છે દર્દીના સગા પાસે તેનો વીડિયો વાઈરલ થયો છે.

gandhinagar
ગાંધીનગર
author img

By

Published : Jun 7, 2020, 2:20 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબોને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવે છે. પરંતુ આ માત્ર ભ્રામક વાતો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સિવિલમાં કોરોનાના દર્દીનું મોત થયા બાદ તેના સગા પાસે સ્ટ્રેચર મુકવાનું કામ કરાવવામાં આવતું હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

ગાંધીનગર સિવિલમાં કોરોના દર્દીના સગા પાસે કેવું કરાવાય છે કામ. જુઓ સરકારની પોલ ખોલતો વીડિયો
ગાંધીનગર સિવિલમાં કોરોના દર્દીનું મોત થયા બાદ તેના મૃતદેહને નિયમોનુસાર પેકિંગ કરી દેવામાં આવતો હોય છે. પીએમ રૂમમાં જ આ મૃતદેહને મૂકી રાખવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તે મૃતદેહને એમ્બ્યુલન્સ સુધી પહોચાડવા માટે સિવિલનો એક પણ કર્મચારી પોતાની ફરજ સમજી મદદ કરતો નથી. બીજી તરફ વર્ગ- 4નો હાજર કર્મચારી વીડિયોમાં એવું બોલતા સાંભળવા મળી રહ્યો છે કે, સરકાર દ્વારા અમને કોઈ જ પ્રકારની સુરક્ષા કે સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. પરિણામે આ મૃતદેહને દર્દીના સગા પાસે જ મુકાવી રહ્યા છીએ. અમને પણ દુઃખ થાય છે, પરંતુ અમારી સુરક્ષા માટે અમારે તકેદારી રાખવી પડે છે.સરકાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવા અને માનસન્માન આપવા અનુરોધ કરી રહી છે. પરંતુ સરકાર જ તેની અવગણના કરતી હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તબીબોને પીપીઇ કીટ આપવામાં આવતી હશે, પરંતુ પીએમ રૂમમાં મૃતદેહોને પેક કરવાનું કામ કરતા નાના કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં સરકાર ચૂકી હોય તેવું સામે આવી રહ્યું છે. પરિણામે આ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં સરકારની પોલ ખુલતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.