ETV Bharat / state

ભાજપ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર જ હોય છે: યમલ વ્યાસ

કોર કમિટીની બેઠક અંગે યમલ વ્યાસે કહ્યું કે, કેન્દ્રીય પ્રભારી આવ્યા છે એટલે વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી છે એવું નથી. ભાજપ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર જ હોય છે. સામાન્ય રીતે પ્રભારી બે મહિને બેઠક યોજતા હોય છે. BJP પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે કમલમ ખાતે યોજાયેલી કોર કમિટીની બેઠક બાબતે આ વાત કહી હતી.

BJP
BJP
author img

By

Published : Jun 11, 2021, 3:04 PM IST

  • કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા નિવેદન અંગે યમલ વ્યાસે પ્રતિક્રિયા આપી
  • કેન્દ્રીય પ્રભારીની અધ્યક્ષતામાં BJPની બેઠક શરૂ
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્યપ્રધાન બેઠકમાં શામેલ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજે પ્રદેશ કાર્યાલય કમલમ કોબા ગાંધીનગર ખાતે બેઠકને સંબોધન કરવા આવ્યા છે. જે સંદર્ભે યમલ વ્યાસે તેમની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કેન્દ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ, કોર ટીમના સદસ્યો પુરૂષોત્તમ રૂપાલા સહિતના બીજેપી નેતાઓ શામેલ છે. જેમની વચ્ચે મીટીંગોનો દોર શરૂ થઈ ગયો છે.

કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા નિવેદન અંગે યમલ વ્યાસે આપી પ્રતિક્રિયા

કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા વારંવારના નિવેદન અંગે યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ અને ગુજરાતમાં ચેન્જ થવાને લઈને કહ્યું, કોંગ્રેસ અસફળ નીવડે છે. BJPના કાર્યકર્તાઓ પ્રજાના સહકારથી જીતે છે. કોંગ્રેસ બેબાકળી થઈ ગઈ છે. કોરોનામાં ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી ગયા તે વિશે વાત કરતાં કહ્યું, તેઓ પ્રજાની સાથે જ છે. ભાજપ કાર્યકરો લોકો વચ્ચે રહે છે. ભાજપનું સંગઠન પ્રજાહિતના કામો યોજતા હોય છે.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે લીધી વડોદરા શહેરની મુલાકાત

ચૂંટણીની કોઈ તૈયારી નથી દર બે મહિને બેઠક થાય જ છે

પ્રભારી ત્રણ દિવસની બેઠકમાં આવ્યા છે તો શું ચૂંટણીની કોઈ તૈયારી છે. આ વાતના જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણીની કોઈ તૈયારી નથી દર બે મહિને બેઠક થાય જ છે. ચૂંટણી માટે અમે ગમે ત્યારે તૈયાર જ હોઈએ છીએ. સંગઠન અને સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી. પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા મામલે કહ્યું, કોંગ્રેસને વિરોધ કરવાનો અધિકાર છે, તે વિરોધ કરી શકે છે. પેટ્રોલ ડીઝલ મામલે પેટ્રોલિયમ કંપની ભાવ વધારો કરતી હોય છે. તેવું તેમને કહ્યું હતું, જો એવું છે તો શું કેન્દ્રનું કોઈ નિયત્રંણ નથી. તેના અનેક કારણો છે. તેવું કહી તેમણે વાત ટાળી હતી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.