ETV Bharat / state

રાજ્યમાં સરેરાશ 107.61 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 219.28 ટકા વરસાદ નોંધાયો - ગુજરાતમાં બારે મેઘ ખાંગા

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા.26મી ઓગસ્ટ-2020ની સવારે 6 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 145 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

heavy rain in gujarat
heavy rain in gujarat
author img

By

Published : Aug 26, 2020, 4:34 PM IST

Updated : Aug 26, 2020, 4:52 PM IST

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા.26મી ઓગસ્ટ-2020ની સવારે 6 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 145 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 6 તાલુકાઓમાં 2 ઈંચ થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં 72 મી.મી. એટલે કે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે લખપતમાં 69 મી.મી., વાવમાં 62 મી.મી., ધાનેરામાં 53 મી.મી., દિયોદર-લાખણીમાં 51 મી.મી. એટલે કે 2થી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત અમીરગઢમાં 47 મી.મી., સુઈગામમાં ૪૪ મી.મી., અંજાર-થરાદમાં ૪૨ મી.મી., કાંકરેજમાં 40 મી.મી., વિજયનગરમાં 37 મી.મી., ડીસામાં 34 મી.મી. દાતા-દાંતીવાડા અને વડાલીમાં 29 મી.મી., ગાંધીધામમાં 28 મી.મી. અને પાલનપુર તાલુકામાં 27 મી.મી. એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે 28 તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો તેમજ 98 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 107.61 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 219.28 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 141.53 ટકા, ઉત્તર ગુજરાતમાં 94.97 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 92.68 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 80.58 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 2,41,627 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના 72.33 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 92 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત 73 જળાશયો એવા છે કે, જે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. 16 જળાશયો એવા છે કે, જેમાં 50થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 25થી 50 ટકા વચ્ચે 14 જળાશયો જયારે 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા 10 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 288 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 240 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Last Updated : Aug 26, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.