આનંદપુરા-સોલૈયાની સરકારી શાળાના પ્રાથમિક શિક્ષક કરણજી રાઠોડ હ્રદયની ગંભીર બિમારી ધરાવતા હોવાથી તેમણે સુનાવણી દરમિયાન જિલ્લા પંચાયત ખાતે એમ્બ્યુલન્સની વ્યવસ્થા હાજર રાખવા લેખિત રજૂઆત કરી હતી. તેમજ સુનાવણી ત્રીજા માળે આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના બદલે ભોંયતળિયે રાખવા ઉપરાંત શિક્ષક સાથે સૌજન્યતાપૂર્વક વ્યવહાર રાખવા પણ અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવઢવમાં મુકાયા હતાં. ફરિયાદી શિક્ષકને એવી જાણ કરી હતી કે, તમારી તબિયત સ્વસ્થ થયા બાદ સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફરિયાદી શિક્ષક કરણજી રાઠોડે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. જેમાં અધિકારીના માનસિક ત્રાસમાંથી મુક્ત કરી ન શકો તો મને ફરજમાંથી મુક્ત કરવા હું આપને લેખિત વિનંતી કરી રહ્યો હોવાની આપવીતી રજૂ કરી હતી.