ગાંધીનગર: ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે 23 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણીના અંતે 17.20 લાખ ઉમેદવાર માન્ય ઠર્યા હતા. જેમાંથી માત્ર 8.65 લાખ ઉમેદવારોએ જ સંમતિપત્રક ભર્યા છે. હવે ફકત 8.65 લાખ ઉમેદવારો જ પરીક્ષા આપશે.
આ પણ વાંચો: Congress Protest: પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે અનોખો વિરોધ, કચેરીમાં ગંગાજળ છાંટ્યું
કોને મળશે તકઃ ગુજરાત પબ્લિક સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) એ GPSSB તલાટી મંત્રી પરીક્ષાની તારીખ 2022માં જાહેર કરી હતી. GPSSB બોર્ડ તરફથી ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવી હતી કે, 7 May 2023 ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. મહત્વની વાત છે કે, આ વખતે એ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક મળશે જેમણે અગાઉથી કન્ફર્મેશન આપ્યુ હશે.
કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં: તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે 23 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણીના અંતે 17.20 લાખ ઉમેદવાર માન્ય ઠર્યા હતા. જેમાંથી માત્ર 8.65 લાખ ઉમેદવારોએ જ સંમતિપત્રક ભર્યા છે. જેે લોકોએ કન્ફર્મેશન ફોર્મ ભર્યા નથી તે લોકો પરીક્ષા આપી શકશે નહીં.
આ પણ વાંચોઃ Nagli Plant: નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે
3,437 જગ્યા માટે ભરતી: ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે 23 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણીના અંતે 17.20 લાખ ઉમેદવાર માન્ય ઠર્યા હતા. સરકારે એવી જાહેરાત કરી હતી કે, કન્ફર્મેશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે. પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે. જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. બીજા કોઈની નહીં લેવામાં આવે. મોટે ભાવે એવું થતું હોય કે ફોર્મ ભરી દીધું હોય પણ પછી પરીક્ષા આપવા જ ના આવે.