ETV Bharat / state

Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ - પંચાયત સેવા પસંદગી મંડળ

તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 17.10 લાખ ઉમેદવારોમાંથી 8,64,400  ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. તેમજ ઉમેદવારો સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ

author img

By

Published : May 4, 2023, 5:24 PM IST

Updated : May 4, 2023, 5:42 PM IST

ગાંધીનગર : તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે 17.10 લાખ ઉમેદવારોમાંથી 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. તા.૭ મે, ૨૦૨૩ના રોજ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રીની કુલ 3437 જગ્યાઓ ખાલી પડેલી છે. ત્યારે પરીક્ષા માટે 2694 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે. ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માટેની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ આપવામાં આવ્યો છે.

તૈયારીઓને આખરી ઓપ : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7મી મે, 2023ના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય પ્રધાનમંડળની બેઠક મળી હતી.

આ પણ વાંચો : Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ

28,814 વર્ગખંડોમાં પરીક્ષા : બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પ્રવક્તા પ્રધાને ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જે પૈકીના 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.

આ પણ વાંચો : Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન

બસો અને ટ્રેનોની વ્યવસ્થા : વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે, કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે. તેમજ તમામ ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Last Updated : May 4, 2023, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.