ગાંધીનગરઃ પાસેના ભાટમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને પ્રોફેસરો દ્વારા પુસ્તકને ડિજિટલ સ્વરૂપ આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ આપેલા 212 મંત્રોની શિક્ષાપત્રીને ત્રણ ભાષામાં તૈયાર કરવામાં આવી છે. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં તૈયાર કરાયેલી શિક્ષાપત્રી વિશ્વની પ્રથમ બોલતી શિક્ષાપત્રી બનાવી છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ શિક્ષાપત્રીનું હરિપ્રકાશ સ્વામીએ આજે ગાંધીનગરના સેક્ટર 23માં આવેલી ગુરુકુલમા વિમોચન કર્યું હતું. પુસ્તકો લાંબા સમય સુધી યોગ્ય જગ્યાએ રાખવા પડતા હોય છે. બીજી તરફ પ્રજ્ઞાચક્ષુઓ અને નિરક્ષર વ્યક્તિઓ વાંચી શકતા નથી. તેના કારણે ભગવાન સ્વામિનારાયણના 212 મંત્રોને વાંચવા હોય તો પણ વાંચી શકતા નથી. તેવા સમયે આ શિક્ષાપત્રી તેવા લોકો માટે ઉપયોગી બની રહે છે. શિક્ષાપત્રીને પેન જેવું બનાવવા આવેલું ઈલેક્ટ્રોનિક ડીવાઈસ શ્લોક ઉપર લગાડવાથી તે શ્લોક ડીજીટલ સ્વરૂપે સાંભળવા મળશે.
સ્વામિનારાયણ ગુરુકુળ ટ્રસ્ટી રામસ્વરૂપ સ્વામી સ્વામીએ કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાને સંવત 1882ના વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી તૈયાર કરી હતી. આ શિક્ષાપત્રીને મહિનાઓની મહેનત બાદ અમારી ઇન્સ્ટિટયૂટના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેના કારણે લોકોને શિક્ષાપત્રીનો લાભ લેવામાં ઉપયોગી બનશે.