ETV Bharat / state

Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ ખુલાસો : યુવરાજસિંહ - undefined

ડમી ઉમેદવાર કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેને અનેક મોટો ખુલાસાઓ કર્યા છે. આ ઉપરાંત તેને જણાવ્યું હતું કે, સમન્સ મામલે આવતીકાલે તે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે. તે ગઇકાલે પોલિસ સમક્ષ હાજર ન થયા હોવાથી ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને બીજી નોટિસ પાઠવી છે.

yuvraj
yuvraj
author img

By

Published : Apr 20, 2023, 5:27 PM IST

Updated : Apr 20, 2023, 9:38 PM IST

યુવરાજસિંહ

અમદાવાદ : અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયમાન યુવરાજસિંહે જણાવ્યું છે કે, તેઓ આવતીકાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને તેમના તમામ જવાબ રજૂ કરશે. ડમીકાંડ મામલે મોટાનેતાઓના નામનો પણ ખુલાસો કરશે. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલી રહ્યું છે અને તેમની પાસે આ બાબતના પુરાવાઓ પણ છે.

કરશે મોટા નેતાઓના નામ જાહેર : ડમી ઉમેદવાર કાંડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યક્તિના નામ ન આપવા બદલ નાણાંકીય વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે યુવરાજસિંહને હાજર રહીને નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે હાજર ન રહેતા ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને બીજી નોટિસ પાઠવી દેવામાં આવી છે. જેમાં તેને 21 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

યુવરાજસિંહનું નિવેદન : યુવરાજસિંહે જણાવ્યું છે કે, આવતીકાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર રહેશે અને તેમના તમામ ઉતર આપશે. આવતીકાલે ડમી ઉમેદવાર કાંડમાં મોટા મગરમચ્છો, પ્રધાનોના નામના ખુલાસે કરશે. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને ક્યાંકને ક્યાંક કટકીઓ પણ પહોંચે છે. તેમની પાસે આ વાત સાબિત કરવા માટેના પુરતા પુરાવાઓ પણ છે. એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય તો, હું જે નામ આપું તે મંત્રીઓ-નેતાઓના નિવેદન લેવાવા જ જોઈએ. આ ઉપરાંત તેમણે માહિતી છુપાવવાની વાત નકારી કાઢી હતી. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, આ કૌભાંડ વર્ષ 2004થી ચાલે છે. માત્ર 36 આરોપી જ નથી હજી વધારે નામ સામે આવશે.

પૈસા લેવાનો આરોપ યુવરાજસિંહ ઉપર : યુવરાજસિંહ જાડેજા પ્રથમ નોટિસમાં પોલીસ સમક્ષ હાજર ન થતાં બીજી નોટિસ ફટકારવામા આવી છે. યુવરાજસિંહ જાડેજાને ડમી ઉમેદવાર કાંડ મામલે આક્ષેપ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ કેટલાક મહત્વના પુરાવા એકઠા કર્યા છે. જોકે આજે હાજર ન રહેલા યુવરાજસિંહ જાડેજાને પોતાનો પક્ષ રજૂ કરવા સમય અપાશે. ત્યાં જ બીપીન ત્રિવેદીની પૂછપરછ હાલ ચાલી રહી છે.

આવતીકાલે હાજર રહેશે : આજે ડમી કાંડમાં પોતાના પર લાગેલા રૂપિયા લેવાના આરોપ બાદ મળેલા સમન્સને પોસ્ટ કરીને યુવરાજે પોતાનો બળાપો કાઢ્યો હતો. યુવરાજ દ્વારા પોતાને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે તે પહેલા એક પછી એક ટ્વીટ કર્યા હતા. પોતાના ટ્વીટમાં યુવરાજે યુવાનોને સવાલ પૂછ્યો છે અને પોતે આગળ શું કરવું જોઈએ તેનો જવાબ માગ્યો છે. યુવરાજે ટ્વીટ કરીને સવાલ પૂછ્યો છે. જેમાં તેમણે પોતે આગળની લડાઈ કઈ રીતે લડવી જોઈએ તે અંગે સવાલો કર્યા છે. યુવરાજે ટ્વિટ કરીને પૂછ્યું છે કે, સત્યના પક્ષમાં રહેવું જોઈએ કે ષડ્યંત્રનો ભોગ બનીને રંડાવું સારું?

Last Updated : Apr 20, 2023, 9:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.