ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપ પ્રૂફ, આટલી તીવ્રતા સુધી ભૂકંપના આંચકા સહન કરી શકે - Tremor near Statue of Unity

કેવડિયા ગામ નજીક સોમવારે રાત્રે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (Tremor near Statue of Unity ) નોંધાયો હતો. જોકે રાહતની વાત છે કે કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. ETV Bharat દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી તીવ્રતાનો આંચકો સહન કરી શકે તે બાબતે સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સાથે વાત કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપ પ્રૂફ, આટલી તીવ્રતા સુધી ભૂકંપના આંચકા સહન કરી શકે

author img

By

Published : Jun 21, 2022, 6:34 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન બન્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કર્યું છે. ગઈકાલે મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી 10:00 આસપાસ 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે ETV Bharat દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી તીવ્રતાનો આંચકો સહન કરી શકે તે બાબતે સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સાથે વાત કરી છે.

આ પણ વાંચોઃ ફરી ધ્રૂજી કચ્છની ધરા, આ વખતે આવ્યો 3.2ની તીવ્રતાનો ભૂકંપ

શું કહ્યું સિસ્મોલોજીકલ વિભાગે - સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા ભૂકંપ (Tremor near Statue of Unity )બાદ ભારત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સંતોષ કુમારે ટેલીફોનિક વાત ચિત કરતા જણાવ્યું હતું કે( 3 point 1 magnitude tremor near Statue of Unity in Gujarat)રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે વિભાગ દ્વારા તે બાબતની તપાસ અને રીસર્ચ પણ કરવામાં આવી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિઝાઇન પણ સિસ્મોલોજી વિભાગ દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 6.50 થી 7 ની તીવ્રતા સુધીનો સહન કરી શકે છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જે જગ્યાએ વધુ પડતો ભૂકંપ આવે છે તે જગ્યાએ જ બનાવવામાં આવ્યો છે પરંતુ બન્ને ભૂકંપ પ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Tremor near Statue of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.1ની તીવ્રતાનો આંચકો, નુકસાન વિશે જાણો

ગત રાત્રે આવેલ ભૂકંપ 10 કિલોમીટર દૂર - સંતોષકુમાર વધુમાં જણાવ્યું હતું કે કાલે રાતે 10:00 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર મેન સેન્ટર સિસ્ટમમાં જોવા મળ્યું છે. પરંતુ આવા સામાન્ય ભૂકંપથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની અડચણ કરેલ કે નુકસાની થઈ શકશે નહીં.

કચ્છ ભૂકંપની અસરો ગુજરાતમાં 50 વર્ષ સુધી જોવા મળશે - અગાઉ પણ સિસ્મોલોજીકલ સંશોધન સંસ્થા દ્વારા ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપની અસર ગુજરાતમાં આવનારા 50 વર્ષ સુધી જોવા મળશે. આ અસરના પરિણામે ગુજરાતના અલગ-અલગ જેટલા વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આંચકા જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.