ગાંધીનગરઃ શુક્રવારે ગહપ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પોલીસ વિભાગે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ભવનમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ પગલાં લેવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. મહેસાણા, પોરબંદર તેમજ જામનગરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીની હવે જિલ્લા જેલમાં થઈ રહેલી કામગીરી પર નજર હોવાનું ચર્ચામાં છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: ફટાફટ માલામાલ બનવા વેબ સિરીઝની જોઈને નકલી નોટ છાપનાર શખ્સો ઝડપાયા
પોલીસ ભવનમાં બેઠકઃ ગાંધીનગર પોલીસ ભવનમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, દરોડા પાડીને સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે ગયેલા પોલીસકર્મીઓએ બોડીવોર્ન કેમેરા પહેરેલા હતા. રાજ્યભરની તમામ જેલમાં તપાસનો ધમધમાટ ચાલું કરવામાં આવ્યો હતો. કેદીઓની સ્થિત કેવી છે એ સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મહેસાણાની જિલ્લા જેલમાં એક કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
તપાસનો હેતું અકબંધઃ આ સરપ્રાઈઝ ચેકિંગ કરવા પાછળનો હેતું સ્પષ્ટ થયો નથી. એસીપી અને ડીસીપી જેવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેલ પરિસરમાં હાજર રહ્યા હતા. તપાસમાં મહિલા પોલીસની ટીમને પણ હાજર રાખવામાં આવી હતી. જિલ્લાની જેલમાં જે તે જિલ્લાના પોલીસવડા પણ હાજર રહ્યા હતા. પોલીસનો મોટો કાફલો જેલ પરિસરમાં જોવા મળ્યો હતો. હર્ષ સંઘવી ગાંધીનગરથી તમામ સરપ્રાઈઝ ચેકિંહનું મોનિટરિંગ કરી રહ્યા હતા. તપાસ પૂરી થયા બાદ તપાસનો હેતું સ્પષ્ટ થશે. એક સાથે તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતની લાજપોર જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગરની જેલમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટની જિલ્લા જેલમાં પણ પોલીસની ટીમે પરિસરથી લઈને બેરેક સુધી ચેકિંગ કર્યું હતું.