ETV Bharat / state

રાજ્યના સર્વેનું કામકાજ તત્કાલિક ધોરણે શરૂ થશે : કૌશિક પટેલ - Kaushik Patel

રાજ્યમાં 17મીના રોજ ગુજરાતના દરિયા કિનારા પર દીવ અને ઉનાની આસપાસ તૌકતે વાવાઝોડું અથડાયું હતું. આ વાવાઝોડાએ બે દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા હતા.ત્યારે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અચાનક જ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લીધી. સર્વે પછી અસરગ્રસ્તોને સહાય કરાશે.

કૌશિક પટેલ
કૌશિક પટેલ
author img

By

Published : May 19, 2021, 1:17 PM IST

  • વાવાઝોડાએ બે દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા
  • મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અચાનક જ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાતે આવ્યા
  • ચીકુ, લીંબુ, સંતરા, દાડમ, પપૈયા, ઇઝરાયલી ખારેક વગેરે પાકને નુકસાન

ગાંધીનગર : 17મીના રોજ ગુજરાતના દરિયા કિનારા પર દીવ અને ઉનાની આસપાસ તૌકતે વાવાઝોડું અથડાયું હતું. આ વાવાઝોડાએ બે દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા હતા. જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા પડયા છે. જ્યારે ખેતીમાં પણ નુકસાન થયું છે. ત્યારે આજે રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અચાનક જ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. NDRF તથા રોડ એન્ડ બિલ્ડિંગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને નુકસાની અંગેની ચર્ચાઓ કરી હતી.

ડિઝાસ્ટર સેન્ટર
ડિઝાસ્ટર સેન્ટર
વાવાઝોડામાં 45 લોકોના મોત

રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં કુલ 45 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેવી રીતે મૃત્યુ થયું ?

  1. અમરેલી 15 : મકાન ઘસી પડવાથી 2, દિવાલ પડવાથી 13ના મોત
  2. ભાવનગર 8 : ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દિવાલ પડવાથી 3, અને છત પડવાથી 1નું મોત
  3. ગીર સોમનાથ 8 : ઝાડ પડવાથી 2, મકાન ઘસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1નું મોત
  4. અમદાવાદ 5 : વીજ કંરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નું મોત
  5. ખેડા 2 : વીજ કરંટથી મોત
  6. આણંદ 1 : વીજ કરંટથી મોત
  7. બરોડા 1: કોલમ વારો ટાવર પડી જવાથી મોત
  8. સુરત 1 : ઝાડ પડી જવાથી મોત
  9. વલસાડ 1 : દિવાલ પડી જવાથી મોત
  10. રાજકોટ 1 : દિવાલ પડવાથી મોત
  11. નવસારી 1: છત પડવાથી મોત
  12. પંચમહાલ 1 : ઝાડ પડી જવાથી મોત

જિલ્લા કલેક્ટરોને ટેલિફોનિક ચર્ચા પછી ઝડપી સર્વે થાય તે બાબતની સુચના અપાઇ
રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના જે અસરગ્રસ્ત તાલુકાઓ અને જિલ્લાઓ છે. તેમાં જિલ્લા કલેક્ટરોને ટેલિફોનિક ચર્ચા કરીને ઝડપી સર્વે થાય તે બાબતની સુચના આપવામાં આવશે.

આ પણ વાંચો : વાવાઝોડાને પગલે વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં હવાઈ નિરક્ષણ કરશે

સર્વે પૂરો થયા પછી ગણતરીના દિવસોમાં જ સહાય કરાશે

રાજ્યના મુખ્યપ્રધાને અસરગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ઝડપથી સર્વે થાય તે માટે કલેક્ટરને પણ સુચના આપીને ઝડપથી સર્વે કરવામાં આવશે. જ્યારે સર્વે પૂરો થયા પછી ગણતરીના દિવસોમાં જે અસરગ્રસ્તોને વહેલી તકે સહાય ચૂકવવાની પણ રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી દીધી હોવાનું નિવેદન પણ કૌશિક પટેલ આપ્યું હતું.
આ પણ વાંચો : તૌકતે સાઈકલોન અસર : વડાપ્રધાન મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

50 ટકા બગીચાઓ પૈકી 80 ટકાથી વધારે કેળાના પાકને નુકસાન રાજ્યમાં આવેલા વાવાઝોડાએ બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓને ગમ રહ્યા હતા. ગીર-સોમનાથ અને ભાવનગરમાં કેળાના પાકને નુકસાન થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જ્યારે અંદાજિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના ગુજરાતમાં આવેલા બગીચા પૈકી 50 ટકા બગીચાઓ જેમાં 80 ટકાથી વધારે કેળાના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત ચીકુ, લીંબુ, સંતરા, દાડમ, પપૈયા, ઇઝરાયલી ખારેક, ડ્રેગન ફુટ, જાંબુ અને કેરીના પાકને નુકસાન થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.