ETV Bharat / state

રાજયના રિક્ષાચાલકો હવે ડ્રેસકોડમાં જોવા મળશે, સરકારે રિક્ષાચાલકો માટે વાદળી કલરનો એપ્રોન ફરજીયાત કર્યો - State rickshaw pullers will now be seen in dress

રાજ્યમાં રિક્ષાચાલકો માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના રિક્ષાચાલકોમાં સમાનતા જોવા મળે તે માટે સરકારે તમામ રિક્ષાચાલકો માટે યુનિફોર્મ ફરજિયાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તમામ રિક્ષાચાલકોને વાદળી કલરનો એપ્રોન પહેરવો ફરજિયાત રહેશે.

રિક્ષાચાલકો હવે ડ્રેસમાં જોવા મળશે
રિક્ષાચાલકો હવે ડ્રેસમાં જોવા મળશે
author img

By

Published : Jul 14, 2020, 6:39 PM IST

ગાંધીનગર: રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરતા પરિપત્રમાં રાજ્યના રિક્ષાચાલકોના યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રિક્ષાચાલકોના યુનિફોર્મ રિક્ષાચાલકે પહેરેલા કપડા ઉપર વાદળી કલરનો એપ્રોન નક્કી કરવામાં આવ્યો છે.

રિક્ષાચાલકો હવે ડ્રેસમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે રાજ્યભરના રિક્ષાચાલકોના એસોસિએશન સાથે સરકારે બેઠક બાદ આ નિર્ણય કર્યો હોવાનું પણ વાત પરિપત્રોમાં સ્વીકારવામાં આવી છે. આમ, રાજ્યમાં તમામ રિક્ષાચાલકો હવે યુનિફોર્મમાં જોવા મળશે.

નોંધનીય છે કે રિક્ષાચાલકોના એક સરખા યુનિફોર્મના કારણે ગુજરાત સરકારના પ્રવાસન ક્ષેત્રે પણ ઘણી અસર જોવા મળશે. જ્યારે દેશના તમામ રાજ્યોમાં રિક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરેલા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ વાદળી કલરના એપ્રોન સાથે રિક્ષાચાલકો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.