ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાન્યુઆરી સુધી તમામ શાળાઓએ કિસ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેઓને એક રીપોર્ટ બનાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે રિપોર્ટ રાજ્ય સરકાર પાસે આવી ગયો છે, જ્યારે આગામી જે શૈક્ષણિક વર્ષ શરૂ થશે ત્યારે જે સરકારી પ્રાથમિક શાળા 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ ધરાવે છે તે તમામ શાળાઓ મર્જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કુલ પણ 3394 શાળા પાસે થી અભિપ્રાય મંગાવ્યા છે. જેમાં એક કિલોમીટરના અંતરે આવતી ૩૦ કરતાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની માહિતી માંગવામાં આવી છે. આમ તમામ પ્રકારની ફિલ્ડમાંથી માહિતી આવ્યા બાદ રાજ્ય સરકાર ફરીથી તૈયાર કરીને કઈ શાળાને મર્જ કરવી તે અંગેનો પણ નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓને મર્જ કરવાની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે, ત્યારે સરકારના નિયમ પ્રમાણે એક કિલોમીટરની અંદરની શાળાઓને તેમજ કરવામાં આવશે, પરંતુ જો એક કીલો મીટર કરતા વધુ નું અંતર હશે અને શાળા મર્જ થશે તો જે તે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચાડવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારની મફતમાં સુવિધા કરવામાં આવશે. જેથી કોઈપણ વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.