ગાંધીનગર: ગુજરાતમાં 26 નવેમ્બરના રોજ મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ખેડૂતોને થયેલા પાક નુકસાન, નુકસાનના સર્વે તેમજ નુકસાન સંદર્ભે સહાય બાબતે બાબતે ETV ભારતે રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે ટેલીફોનિક વાતચીત કરી છે. આ વાતચીતમાં રાઘવજી પટેલે કૃષિ વિભાગને સર્વે માટે સ્ટેન્ડિંગ સૂચના આપી દેવાઈ હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ માવઠાની શક્યતા છે. કમોસમી વરસાદ બંધ થયા બાદ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
કૃષિ વિભાગને સર્વે માટે સ્ટેન્ડિંગ સૂચના આપી દેવાઈ હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ માવઠાની શક્યતા છે. કમોસમી વરસાદ બંધ થયા બાદ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે...રાઘવજી પટેલ(કેબિનેટ પ્રધાન, ગુજરાત)
મુખ્યપ્રધાન સાથે ટેલીફોનિક વાતચીત થઈઃ ઈટીવી ભારતને વધુ માહિતી આપતા રાઘવજી પટેલે જણાવ્યું કે, ગઈકાલે હું ભાવનગરના સિહોર તાલુકાની મુલાકાતે હતો. ત્યાંથી વિદેશ પ્રવાસે ગયેલા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મારે ફોન પર સંપર્ક થયો હતો. જેમાં મેં સમગ્ર રાજ્યમાં માવઠાથી થયેલ અસરનો ચિતાર મુખ્ય પ્રધાનને આપ્યો હતો. વીજળીથી મૃત્યુ પામેલા માનવીઓનો આંકડો મારી પાસે તે સમયે ન હોવાથી તે માહિતી મેં તેમણે આપી ન હતી. મુખ્ય પ્રધાને જે સૂચનો ફોન પર આપ્યા છે તે પ્રમાણે અત્યારે અમલ થઈ રહ્યો છે.
માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એ પ્રમાણે 50થી 60 ટકા જેટલા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થયો છે. ક્યાંય જિલ્લામાં 1 મીલીલીટરથી 144 મિલીમીટર સુધીનો વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં છે. પરિણામે ખરીફ પાકની અંદર નુકસાની નીતિ સેવાઈ રહે છે. ખેડૂતોને નુકસાન પડ્યું હોય એવું પણ જાણવામાં આવે છે. પરંતુ હાલમાં ખરીફ પાકો કપાસ જે અત્યારે ઊભા છે એવા પાકોમાં ખાસ કરીને લેવાઈ ગયા છે અમુક જગ્યાએ પાક વીણવાના બાકી છે. - ઋષિકેશ પટેલ, આરોગ્યમંત્રી
સરકાર દ્વારા શરૂ કરાશે સર્વે: ઉપરાંત ઋષિકેશ પટેલે જણાવ્યું કે 27 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની માત્રા ઘટે એટલે તરત જ ખેડૂતોને નુકસાન બાબતનો સર્વે કરાવવામાં આવશે. રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડ્યા છે અને વીજળી પડવાને કારણે મૃત્યું થયા છે ત્યારે સહાયની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઉપરાંત સીએમ હાલ જાપાનના પ્રવાસે છે ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત સંપર્કમાં છે.
SEOCનો રિપોર્ટઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદને લીધે 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 16 જિલ્લામાં 20 લોકોના મૃત્યુ વીજળી પડવાથી થયા છે. દાહોદ જિલ્લામાં ચાર, ભરુચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે. જ્યારે 23 લોકોને કમોસમી વરસાદને પરિણામે નાની મોટી ઈજા થઈ હોવાના સમાચાર છે. સમગ્ર રાજ્યમાં માવઠાને પરિણામે 71 જેટલા પશુઓના પણ મૃત્યુ થયા છે.
સત્વરે સર્વે કરી સહાય ચૂકવવાની માંગઃ ભારતીય કિસાન સંઘ દ્વારા આ માવઠાને ગંભીર ગણવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ખેડૂતોને 100 ટકા નુકસાન થવાની સંભાવના છે. નાના અને સીમાંત ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરીને સત્વરે રાજ્ય સરકાર તેમને સહાય ચૂકવે તેવી માંગણી પણ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં માવઠાની પેટર્ન બદલાઈ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં આવું માવઠુ પ્રથમ વખત જોવા મળ્યું છે. આ વર્ષે ૩૩ ટકા નિયમ પ્રમાણે નહિ પરંતુ 100 ટકા નુકસાન પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. નાના અને સીમાંત ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરીને સત્વરે રાજ્ય સરકાર તેમને સહાય ચૂકવે...આર. કે. પટેલ(મહામંત્રી, ભારતીય કિસાન સંઘ)