ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghani )રાજ્યના ધોરણ 10 અને 12 બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પત્ર લખીને શુભેચ્છાઓ (SSC HSC Exam 2022)પાઠવી છે. 14 લાખથી વધુ વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)પત્ર લખીને પરીક્ષાની શુભેચ્છાઓ આપી હતી.
શું આપ્યો સંદેશ - રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પત્ર આપવામાં આવ્યો છે. જેમાં દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દીને આપવાનો ઉદ્દેશ સાથે આ પરીક્ષામાં હાજરી આપશે પરીક્ષા યોજવામાં આવે (Standard 10 Board Exam 2022 Time Table)ગણતરીની મિનિટો અને દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ દિનરાત સતત વાંચન અને લેખન સાથે સફળતા મેળવવા મહેનત કરી રહ્યા છે ત્યારે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
આ પણ વાંચોઃ Board Exam 2022 : વાલીઓ ચિંતા ના કરે, અફવાથી દૂર રહેજો: જિતુ વાઘાણી
બોર્ડ ઓફીસ ખાતે સર્વેલન્સ - રાજ્યના ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું (Gujarat State Examination Board 2022)કેન્દ્ર ગાંધીનગર શિક્ષણ બોર્ડમાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તમામ કેન્દ્રોમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓ પાસે પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું મોનીટરીંગ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે બંધ કવરના ફોટા પણ શિક્ષણ વિભાગને સતત મળી ગયા છે.
તમામ સર્વેલન્સ ગાંધીનગરથી - ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર સોંગ માંથી નીકળે શાળામાં પહોંચે વિદ્યાર્થીઓ પાસે પહોંચે ત્યાં સુધી તમામ પ્રકારના રેકોર્ડ શિક્ષણ બોર્ડની ઓફિસ ખાતે મોનીટરીંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પરીક્ષા પેપરના બોક્સનું સીલ ઓપન થાય તે માટે પણ બે વિદ્યાર્થીઓને જોડે રાખીને તે સીલ ખોલવામાં આવે છે આમ તમામ પ્રકારની તૈયારીઓ કરીને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ SSC HSC Exam 2022 : બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન