ETV Bharat / state

SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 64.62 ટકા પરિણામ

ધો.10માં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. 67373 વિદ્યાર્થીઓને સી2 ગ્રેડ આવ્યો છે.

SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 64.62 ટકા પરિણામ
SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 64.62 ટકા પરિણામ
author img

By

Published : May 25, 2023, 8:17 AM IST

Updated : May 25, 2023, 11:22 AM IST

ગાંધીનગરઃ ધો.10માં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. 67373 વિદ્યાર્થીઓને સી2 ગ્રેડ આવ્યો છે.
6111 વિધરથીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્ર નું 95.92% પરિણામ આવ્યું છે. જ્યારે નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું સૌથી ઓછું પરિણામ 40.75% આવ્યું છે. 6357300971 નંબર પરથી પરિણામ જાણી શકાશે. આ સિવાય www.gseb.org વેબસાઈટ પરથી પણ પરિણામ મળશે.

ગ્રેડનું વિશ્લેષણઃ સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ જિલ્લો છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા રાજ્યમાં 272 છે. જ્યારે 30થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084 છે. A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે. જ્યારે B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 86611 છે. B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 127652 છે. જ્યારે C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે. જ્યારે D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જ્યારે E1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે.

કેટલા વિદ્યાર્થીઓઃ આ વખતેની કસોટીમાં કુલ 681 ગેરરીતિના કેસ બન્યા હતા. જેને સીસીટીવી ફૂટેજના અનુસંધાને નોંધવામાં આવ્યા હતા. આ વર્ષે પહેલી વખત ધો.12 કોમર્સના પરિણામ બાદ દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે પછીથી પરિણામની નકલ જે તે શાળાઓને પહોંચાડવામાં આવશે. હાલમાં માત્ર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 734898 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી હતી. 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

શાળાનું પરિણામઃ ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષની ગણતરી કરવામાં આવે તો 7 ટકા પરિણામમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 10 નું બોર્ડનું પરિણામ 64.5 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની શાળાઓનું પરિણામ ની વાત કરવામાં આવે તો 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 121 જેટલી શાળામાં 0% પરિણામ આવ્યું હતું ત્યારે આ વર્ષે 157 જેટલી શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યું છે.

આટલા સેન્ટર રહ્યાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 કલાકે ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારે ધોરણ 10 માં કુલ 958 કેન્દ્ર ઉપર પરીક્ષા યોજાઈ હતી.

સુરત જિલ્લાનું પરિણામઃ બે જોડીયા ભાઈઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા છે. બંને ભાઈઓએ 95,05 ટકા પરિણામ આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી છે. રુદ્ર સભાડીયા અને રીત્વ સભાડીયા બંને જોડીયા ભાઈ છે, જેના માર્ક પણ એક સરખા જ છે. ભક્તિનદન ઇન્ટરનેશન સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીઓએ મારી બાજી છે. એ વન ગ્રેડ ના 5 વિદ્યાર્થીઓ આવ્યા છે.

રાજકોટનું પરિણામઃ આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના કુલ વિદ્યાર્થીઓ 38700 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 843 વિદ્યાર્થીઓ ને A1 ગ્રેડ, 4329 વિદ્યાર્થીઓ ને A2 ગ્રેડ આવ્યો છે.

કચ્છ જિલ્લાનું પરિણામઃ કચ્છ જિલ્લાનું 68.71 ટકા પરિણામ આવ્યું છે. 109 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે જિલ્લામાં 61.28 ટકા પરિણામ હતું.

સાબરકાંઠાઃ સાબરકાંઠાનું 59.03 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ પરિણામમાં સામાન્ય ઘટાડો થયો છે. જિલ્લામાં પાંચ શાળાઓમાં શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 18,591 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. સાબરકાંઠામાં સૌથી વધુ પરિણામ ઈડરના ઉમેદગઢમાં 75.18 ટકા નોંધાયું છે. સાબરકાંઠામાં સૌથી ઓછું પરિણામ 42.74 ટકા મહીયલ સેન્ટરનું નોંધાયું છે.

  1. SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ
  2. Shala Pravesotsav 2023 : શાળા પ્રવેશોત્સવ તારીખો નક્કી, નવી શિક્ષણનીતિના અમલ સાથે 12 લાખથી વધુ બાળકો શાળા પ્રવેશ મેળવશે
  3. RTE Admission scam: રાજ્યમાં RTE હેઠળ 621 એડમીશન રદ, ખોટા દસ્તાવેજ અને નામથી લીધા હતા એડમીશન

Last Updated : May 25, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.