રિજિજુએ જણાવ્યું કે, આપણા દેશમાં ઘણું ટેલેન્ટ છે, રમત આપણી જિંદગીનો હિસ્સો કેવી રીતે બને તે દીશામાં અમે વિચારી રહ્યા છે. આવતા વર્ષે ઓલમ્પિક યોજાવાની છે, તે માટે દેશમાંથી કેટલા લોકોને મોકલવાના છે અને કેટલા મેડલ્સ જીતવાના છે તે અંગે પણ મીટિંગ યોજવા જઇ રહ્યા છે.
ગુજરાતમાં 600 સ્પોર્ટસ વિધાર્થીઓ માટે રહેવા માટે હોસ્ટેલ સહાય ચૂકવામાં આવશે :કિરણ રિજિજુ તેમણે ગુજરાત માટે જાહેરાત કરતા જણાવ્યું કે, પેરા એથલીટ માટે અમે અહીંયા એક સ્પેશિયલ ટ્રેઇનીંગ સેન્ટર ખોલવા જઇ રહ્યા છે. જેમાં 600 વ્યક્તિઓ માટે 2 હોસ્ટેલનું નિર્માણ કરીશું અને ખેલાડીઓને વધુમા વધુ ઇન્ટરનેશનલ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીશું.ગુજરાત સાથેના સંબંધોને યાદ કરતા રિજિજુએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારા સંબંધ ખુબ જુના છે, અહીના લોકો ખુબ સકારાત્મક છે. અહીંયા જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તેની પણ હું મુલાકાત લઇશ. બીજા રાજ્યોની સારી વસ્તુઓ અમે અહીંયા લાવીશું અને અને અહીંયાથી સારી વસ્તુઓ બીજા રાજ્યમાં લઈ જઈશું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમા સ્થાપિત પેરા મેડીકલ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરના હશે. તેના માટે કોઇ ફંડીગની મર્યાદા નથી. દેશના અમુક ખેલાડીઓ ગરીબીમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓને આર્થિક રીતે સહાય પણ પૂરી પાડવામાં આવશે.