ETV Bharat / state

અમદાવાદની 7 ખાનગી હોસ્પિટલો માઁ અમૃતમ્ કાર્ડ ધારકો પાસે રૂપિયા પડાવે છે : ઇમરાન ખેડાવાલા - gujarat vidhansabha news

અમદાવાદ ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વિધાનસભામાં અમૃતમ યોજના અંગેનો પ્રશ્ન હતો કે, આ યોજના અંતર્ગત કાર્ડ હોય પણ દર્દી પાસેથી પૈસા વસુલ કરવામાં આવ્યા હોય તેવી હોસ્‍પિટલની નામ માંગ્યા હતા. જેના પ્રત્યુતરમાં સેલ્બી, સ્‍ટર્લીંગ, નારાયણી મલ્ટીહોસ્‍પિટલ, સ્‍વયંભૂ અને ન્યૂરોવન જેવી આઠ હોસ્‍પિટલે કાર્ડ ઘરાવતા લોકો પાસેથી પૈસા વસૂલ કર્યા છે, તેવું કહેવામાં આવ્યું છે.

spend money in private hospitals in Ahmedabad for card holders of Maa Amrutam Yojana

author img

By

Published : Feb 27, 2020, 7:51 PM IST

ગાંધીનગર: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતુ કે, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હોસ્પિટલનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કહ્યુ કે, અમદાવાદ સિવીલ હોસ્‍પિટલમાં 765 જગ્યાઓ ખાલી છે. યુ.એ.મહેતા હાર્ટ ઇન્સ્‍ટીટયુટમાં 2513 જગ્યાઓ, કેન્સર હોસ્‍પિટલમાં 158 અને કિડની રીસર્ચ ઇન્સટીટ્યુટમાં 87 જગ્યાઓ ખાલી છે. જ્યાં સત્વરે ભરતી કરવી જોઇએ. તેવી માગ મેં કરી હતી.

અમદાવાદની 7 ખાનગી હોસ્પિટલો માઁ અમૃતમ્ કાર્ડ ધારકો પાસે રૂપિયા પડાવે છે : ઇમરાન ખેડાવાલા

હાર્ટ, કેન્સર, કીડની જેવી ગંભીર બિમારીઓમાં સરકારી હોસ્‍પિટલમાં ડૉક્ટરોની અછતને કારણે દર્દીઓને ખૂબ જ હાલાકી પડે છે. એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્‍પિટલમાં ડૉકટરોની અછત હોય ત્યારે ગરીબ અને રાજ્ય અને રાજય બહારથી આવતાં દર્દીઓને હેરાન થવું પડે છે. વેલ્ટીનેટરની સંખ્યા વધારવાની જરૂર છે. વેલ્ટીનેટર ન હોવાથી કયારેક દર્દીઓને હાથથી શ્વસોશ્વાસ કરવાની જરૂર પડે છે. આ સાથે જ તેમણે માઁ અમૃતમ યોજના અંગે સરકારને સવાલ પૂછ્યાં હતા. આ અંગે તેમને વિધાનસભામાં જવાબ મળ્યો હતો. જે અંગે તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમદાવાદની 7 ખાનગી હોસ્પિટલો માઁ અમૃતમ યોજનાના કાર્ડ ધારકો પાસે પૈસા પડાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.