ગાંધીનગરઃશ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ કડિયા નાકાં પર ફૂડ બૂથ ચલાવે છે. તો આ બૂથ કોવિડ-19 મહામારીને કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન પછી 20મેના રોજ બંધ કરી દેવાયાં હતાં.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “અન્નપૂર્ણા ફૂડ બૂથ લૉકડાઉનના કારણે કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં હતાં. હવે આપણે અનલૉક 1.0ના તબક્કામાં છીએ ત્યારે અને બાંધકામ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે શ્રમિક અન્નપૂર્ણા ફૂડ બૂથ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.”
આ ઉપરાંત ગ્લવઝ અને માસ્કનો ફરજિયાત ઉપયોગ તથા સેનેટાઈઝેશનની સૂચનાઓ આપવામાં આવી છે.” તેમણે વધુમાં જણાવ્યુ હતું કે બાકીના જિલ્લાઓમાં આવેલાં ફૂડ બૂથ ક્રમશ: શરૂ કરી દેવામાં આવશે.ઉપરાંત સોશીયલ ડીસ્ટન્સીંગના કડક પાલનની ચેતવણી આપી છે. આ ઉપરાંત ગ્લવઝ અને માસ્કસનો ફરજિયાત ઉપયોગ તથા સેનેટાઈઝેશનની સૂચનાઓ આપવામાં આવી છે.” તેમણે વધુમાં જણાવ્યુ હતું કે બાકીના જિલ્લાઓમાં આવેલાં ફૂડ બૂથ ક્રમશ: શરૂ કરી દેવામાં આવશે.