- ઓગષ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે શીરો સર્વે
- શીરો સર્વેમાં 3600 લોકોના સેમ્પલ લેવામાં આવશે
- કોર્પોરેશન અને જિલ્લામાં 100 જેટલા ક્લસ્ટર કરી બ્લડ સેમ્પલ લેવાશે
ગાંધીનગર: કોરોનાની સ્થિતિ જાણવા માટે સરકાર દ્વારા શીરો સર્વે કરવાનું નક્કી કરાયું છે, ત્યારે અમદાવાદમાં સર્વે કરાયા બાદ ગાંધીનગરમાં પણ ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. જેમાં સાચા આંકડા બહાર આવશે. તેમજ હર્ડ ઇમ્યુનિટી લોકોમાં કેટલા અંશે વિકસી છે. તેનો ખ્યાલ પણ આવશે. જે માટે શહેર અને જિલ્લામાં ક્લસ્ટર એરિયા નક્કી કરવામાં આવશે. જેના આધારે વય જૂથ પ્રમાણે શીરો સર્વે માટે લોકોના બ્લડ સિરમ સેમ્પલ લેવામાં આવશે.
આ પણ વાંચો: કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી કોરોના સામે સલામત અને અસરકારક: સર્વે
એક અઠવાડિયા સુધી શીરો સર્વેની કામગીરી ચાલશે
શીરો સર્વે માટે શહેર અને જિલ્લામાં 100 ક્લસ્ટર નક્કી કરવામાં આવશે. ગાંધીનગર શહેરનાં 50 અને જિલ્લાના 50 ક્લસ્ટર હશે. જેમાં એક ક્લસ્ટર દીઠ અંદાજિત 35 જેટલા સેમ્પલ લેવામાં આવશે. શહેર અને ગ્રામ્યમાં ટોટલ 3600 લોકોના સેમ્પલ એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી લેબ ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતના કર્મચારીઓને સોંપવામાં આવશે. એક અઠવાડિયા સુધી કામગીરી ચાલશે. જે પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ખાસ કરીને આ સર્વેમાં લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે. આ સર્વેનું રીઝલ્ટ ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં સુધીમાં આવે તેવી શક્યતા છે. શીરો સર્વે કરાયા બાદ લોકોમાં હર્ડ ઇમ્યુનિટી કેટલીક વિકસી છે તેનો ખ્યાલ આવશે.
આ પણ વાંચો: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?
અલગ-અલગ વયજૂથના લોકોના સેમ્પલ લેવામાં આવશે
શીરો સર્વેમાં વય જૂથ પ્રમાણે સેમ્પલ કલેક્ટ કરવામાં આવતા હોય છે, ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ 5 થી 8, 9થી 18 અને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના સેમ્પલ વય જૂથ પ્રમાણે કલેક્ટ કરવામાં આવશે. શીરો સર્વે કરવાનો હેતુ ખાસ કરીને કોરોના સંક્રમિત દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ હોવાના કારણે તેઓની અંદર હર્ડ ઇમ્યુનિટી વિશે ખ્યાલ મેળવવાનો હોય છે, ત્યારે કેટલા લોકો સંક્રમિત થયા અને કેટલા સાજા થયા તેની પણ માહિતી સામે આવશે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસ અને મોટાલિટી રેશિયો વધુ જોવા મળ્યો હતો.