ETV Bharat / state

મહારાષ્ટ્રના મહાભારત પર શંકરસિંહે કહ્યું- 'રાજ્યપાલે હોદ્દાની ગરિમા નેવે મૂકીને શપથવિધિ કરાવી'

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું દિવાળી બાદ કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં NCP સુપ્રીમો શરદ પવારને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્રના મહાભારત અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ભાજપ સત્તા લાલચુ પાર્ટી છે. રાજ્યપાલે પોતાના હોદ્દાની ગરીમાને નેવે મૂકી શપથવિધિ કરાવી છે.'

NCPનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Nov 24, 2019, 7:44 PM IST

Updated : Nov 24, 2019, 11:06 PM IST

ગાંધીનગર શહેરના છેવાડે ખ-7 સર્કલ પાસે આવેલી સમર્પણ કેમ્પસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું રવિવારે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યાં હતાં. જેમણે કાર્યકરો સાથે પાર્ટીને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ તેવા પ્રશ્નોની આપ-લે કરી હતી. તેમજ આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને હાકલ હતી.

NCPનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં NCP સુપ્રીમો શરદ પવારને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ત્યારબાદ NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્રમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "છેલ્લા એક દશકાથી દેશનું રાજકારણ નકારાત્મકતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે નકારાત્મક રીતે અને વિરોધ કરવા ખાતર માત્ર સસ્તી લોકપ્રિયતા માટે સત્તાધારી પાર્ટીને સાથે મળી ખોટી રીતે ગાળો આપવાનું કામ કરી રહી છે. ભાજપ સત્તા પર આવ્યા બાદ થુંકેલું ચાખવું પડે તેવું કામ કરી રહી છે."

શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્રમાં થયેલી શપથવિધિને ચોર નીતિ ગણાવતા કહ્યું હતું કે, "ભાજપ અને રાજ્યપાલે ચોરનીતિની કરી છે. ભાજપ સત્તાની લાલચુ પાર્ટી છે. મહારાષ્ટ્રમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ભલે શપથવિધિ કરી હોય પરંતુ, ફ્લોર ટેસ્ટમાં ફડણવીસ ફેલ થશે. જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તિ સાથે ભાગવત ટાઈપ કરતાં ભાજપને સહેજ પણ સંકોચ કે, શરમ નથી. અગાઉ જે પાર્ટીને ગાળો આપી હોય છે. તેની સાથે ભાજપ પડી જાય એટલે તે પાર્ટી પવિત્ર બની જાય છે."

આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા હતાં. જેમાં તેમણે દેશના રાજકારણને નકારાત્મકતાથી ભરેલું ગણાવ્યું હતું.

Intro:હેડલાઈન) રાજ્યપાલે હોદ્દાની ગરીમાં નેવે મૂકીને શપથવિધિ કરવી: શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર,

ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું દિવાળી બાદ કાર્યકર્તાઓનું આજે સ્નેહમિલન યોજાયું હતું. ગાંધીનગર શહેરમાં ખ-7 સર્કલ પાસે આવેલા સમર્પણ કેમ્પસમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્રના મહાભારતને લઈને કહ્યું કે, ભાજપ સત્તા લાલચુ પાર્ટી થઈ ગઈ છે. જ્યારે રાજ્યપાલે પોતાના હોદ્દાની ગરીમાને નેવે મૂકી શપથવિધિ કરાવી છે. કાર્યક્રમમાં એનસીપી સુપ્રીમો શરદ પવારને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.Body:ગાંધીનગર શહેરના છેવાડે ખ-7 સર્કલ પાસે આવેલી સમર્પણ કેમ્પસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું આજે સ્નેહમિલન યોજાયું હતું. રાજ્યના અલગ અલગ જીલ્લાના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ કાર્યકરો સાથે પાર્ટીને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ તેવા પ્રશ્નોની આપ-લે કરી હતી. આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં થયેલા મહાભારતને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.Conclusion:એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, છેલ્લા એક દસકાથી દેશનું રાજકારણ નકારાત્મક રીતે કરવટ બદલતુ જોવા મળી રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય તો નકારાત્મકથી અને વિરોધ કરવા ખાતર માત્ર સસ્તી લોકપ્રિયતા માટે સત્તાધારી પાર્ટીને સાથે ખોટી રીતે ગાળો આપવાનું કામ કરી રહી છે. ભાજપ સત્તા પર આવ્યા બાદ થુંકેલું ચાખવું પડે તેવું કામ કરી રહી છે.

મહારાષ્ટ્રમાં થયેલી શપથવિધિને શંકરસિંહે ચોર નીતિ ગણાવી હતી. ભાજપ અને રાજ્યપાલે ચોરનીતિની જેમ કામ કરવાની શુ જરૂર હતી. ત્યારે રાજ્યપાલ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યાં છે. ભાજપ સત્તાની લાલચુ પાર્ટી બની ગઈ છે. પરંતું મહારાષ્ટ્રમાં ભાજપના દેવેન્દ્ર ફડનવીસે ભલે શપથવિધિ કરી લીધી છે પરંતુ ફ્લોર ટેસ્ટમાં ફડણવીસ ફેલ થશે. જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુક્તિ સાથે ભાગવત ટાઈપ કરતા ભાજપને સહેજ પણ સંકોચ કે શરમ નથી અગાઉ જે પાર્ટી ને ગાળો આપી હોય છે. તેની સાથે ભાજપ પડી જાય એટલે તે પાર્ટી પવિત્ર બની જાય છે.
Last Updated : Nov 24, 2019, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.