ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં નવા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવેશોત્સવનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ પ્રધાનો, IAS, IPS, IFS સહિત તમામ જિલ્લા કલેક્ટરો બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કરાવશે.
18મો શાળા પ્રવેશોત્સવ : રાજયના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજની કેબીનેટ બેઠકમાં રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની 18મી શૃંખલા આગામી તા.12 થી 14 જૂન-2023 સુધી યોજાશે. આમ, રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ કરાવશે. આ કાર્યક્રમ જુનિયર,બાલવાટિકા અને પ્રથમ ધોરણમાં પ્રવેશોત્સવ કરાવવામાં આવશે.
કેટલા બાળકો શાળાએ જશે? : રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જૂન-2023 ના શરૂ થતા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરાશે, જૂન-2023 થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે 9,77,513 વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને 2,30,019 વિદ્યાર્થીઓ ધોરણ-1માં પ્રવેશ મેળવશે.
આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા ધોરણ 5 ના વિદ્યાર્થીઓની લેવાયેલ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં કટઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે...ઋષિકેશ પટેલ (પ્રવક્તાપ્રધાન )
નવી શિક્ષણ નીતિનો અમલ : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જૂન-2023 ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે.
શાળા પ્રવેશ વયમર્યાદા : આ સાથે દર વર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-1માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે.આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં ખાસ કરીને જે બાળકોની ઉંમર 1 લી જૂનના રોજ 5(પાંચ) વર્ષથી વધુ અને 6(છ) વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે અને જે બાળકની ઉંમર 1લી જૂનના રોજ 6(છ) વર્ષથી વધુ અને 7(સાત) વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.
- New Education Policy in Gujarat : છઠ્ઠા ધોરણથી મોટી પરીક્ષાઓની તૈયારીઓ કરાવાશે, આર્મી અને પોલીસની તૈયારીઓ સાથે શિક્ષણનું આયોજન
- Gujarat Govt Decision : ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ મેળવવો પડશે, નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ નિયમમાં ફેરફાર
- Gujarat High Court News : નવી શિક્ષણનીતિ સામે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, વાલીને રાહત મળી