ETV Bharat / state

Sarangpur controversy : સારંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે સરકારમાં ઘા નખાઈ, બોટાદ ધારાસભ્યએ હાઈ લેવલ કમિટિ રચવા લેખિત માંગણી કરી

સમગ્ર રાજ્યમાં ચકચારી એવા સાળંગપુર વિવાદ મુદ્દે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા(આમ આદમી પાર્ટી)એ રાજ્ય સરકારને હાઈ લેવલ કમિટિ રચવાની માંગણી કરી છે. ધારાસભ્યની માંગણી છે કે હિન્દુ ધર્મના બે ફાટા પાડવાના બદઈરાદાને ડામી દેવામાં આવે અને આ સમગ્ર મામલામાં થઈ રહેલા વિદેશી ફંડિંગની સઘન તપાસ હાથ ધરવામાં આવે. વાંચો સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં આવેલા નવા વળાંક વિશે વિસ્તારપૂર્વક...

આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજૂઆત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 3:57 PM IST

Updated : Sep 4, 2023, 4:06 PM IST

Sarangpur controversy

ગાંધીનગર : બોટાદ ના સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાની મૂર્તિ નીચે ભીંતચિત્રો મૂકવામાં આવ્યા છે. આ ભીંતચિત્રોનો વિવાદ સમગ્ર ગુજરાતમાં ગાજી રહ્યો છે. આ વિવાદમાં નવા નવા ફણગાં અને બણગાં ફુટતા જાય છે. આજે આ વિવાદમાં બોટાદના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હાઈ લેવલ કમિટિ રચવાની માંગણી કરી છે.

વિદેશી ફંડની તપાસ કરોઃ સાળંગપુર વિવાદમાં ગઈકાલે સનાતન ધર્મના સાધુ સંતોની બેઠકમાં ભીંતચિત્રોને હટાવવા માટે બુલંદ માંગ કરવામાં આવી હતી. આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં આ વિવાદને થાળે પાડવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત એક હાઈ લેવલ કમિટિ રચી વિદેશી ફંડિંગ બાબતે સઘન તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

મારા મત વિસ્તાર બોટાદમાં આવેલ સાળંગપુર ધામમાં છેલ્લા 10 દિવસથી માહોલ ખરાબ છે, ભીંતચિત્રો મારફતે હિન્દુ સમાજના 2 ભાગલા કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે હાઈ લેવલ કમિટિની રચના કરે. ઉપરાંત વિદેશથી કરોડો અને અબજો રૂપિયાનું ફંડ આવી રહ્યું છે તે બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે. રાજ્ય સરકાર સત્વરે પગલાં ભરી સમગ્ર વિવાદનો અંત લાવે...ઉમેશ મકવાણા (MLA, બોટાદ, આમ આદમી પાર્ટી)

હિન્દુ ધર્મના બે ફાંટા પાડવાનો બદઈરાદોઃ MLA ઉમેશ મકવાણા દ્વારા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં લેખિત રજુઆત કરાઈ છે. લેખિત રજૂઆત બાદ ધારાસભ્યએ મીડિયાને સમગ્ર વિવાદમાં પોતાના મતવિસ્તારની સ્થિતિ અને હિન્દુ ધર્મના બે ફાટા થવા વિશે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજ સુધીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડતાલ સ્વામીનારાયણ મંદિરના 15 જેટલા સંતોની બેઠક સ્વર્ણિમ સંકુલ 1 અથવા તો મુખ્ય પ્રધાન નિવાસ સ્થાને મળવાની છે. આ બાબતે કોઈ નક્કર નિર્ણય નજીકના ભવિષ્યમાં આવે તેવી શક્યતાઓ છે.

  1. Salangpur Mandir Controversy: સાળંગપુર વિવાદ રાજકોટમાં પહોંચ્યો, સ્વામિનારાયણ મંદિર પર પોસ્ટર્સ લગાવાયા
  2. Salangpur Hanuman Controversy: સાળંગપુરમાં હનુમાનજીને સેવા કરતાં દર્શાવતા ભીંંતચિત્રો મુદ્દે વિવાદ, જાણો VHP, મોરારી બાપુ અને મંદિરના ટ્રસ્ટે શું કહ્યું

Last Updated : Sep 4, 2023, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.