ETV Bharat / state

Monsoon Festival : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે, લાખો લોકો હરિયાળી વચ્ચે આદિવાસીઓના ભોજનની લિજ્જત માણશે - Saputara Monsoon Festival

દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. દર વર્ષે ગુજરાતના આ હરિયાળી હિલ સ્ટેશન પર આદિવાસીના પરંપરાગત ભોજન અને વાનગીઓ લિજ્જત માણવા માટે લાખો લોકો આવતો હોય છે. ત્યારે ફરી આ ફેસ્ટિવલને લઈને આદિવાસીઓની રોજગારીમાં વધારો થશે.

Monsoon Festival : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે, લાખો લોકો હરિયાળી વચ્ચે આદિવાસીઓના ભોજનની લિજ્જત માણશે

author img

By

Published : Jun 22, 2023, 7:31 PM IST

ગાંધીનગર : ગુજરાતનું પર્યટન સ્થળ કે જ્યાં ચોમાસાની સિઝનમાં જવાનું લોકોને ગમે એવું સાપુતારા હિલ સ્ટેશન કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 30 દિવસ સુધી મનસુખ ફેસ્ટિવલનો આયોજન કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2023માં રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા 30 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં સાપુતારા મોનસુન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 30 જુલાઈના રોજ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરશે. આ ફેસ્ટિવલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ વધુ મુલાકાતે આવે છે.

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ
સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ

શા માટે પ્રવાસીઓ આવે છે મોન્સૂન ફેસ્ટિવલમાં : ગુજરાતના સાપુતારા વિસ્તારમાં જ મોનસુન ફેસ્ટિવલની ઉજવણી રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવે છે. ત્યારે લાખોની સંખ્યામાં અને વિકેન્સમાં પ્રવાસીઓ સાપુતારા હિલ સ્ટેશન પર આવીને પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. સાપુતારા એ પર્વત અને જંગલની વચ્ચે આવેલો પ્રદેશ હોવાના કારણે ત્યાં વધુ વરસાદ પડે છે અને આદિવાસીના પરંપરાગત ભોજન અને વાનગીઓ ચોમાસા દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ હોય છે, ત્યારે તેની લીજત માણવા પણ લાખોની સંખ્યામાં લોકો આવે છે.

સાપુતારાની હરિયાળી
સાપુતારાની હરિયાળી

રાજ્ય સરકાર દ્વારા મોનસુન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે, ત્યારથી આદિવાસી સમાજની રોજગારીમાં વધારો થયો છે. જીવન જીવનશૈલીમાં પણ સુધારો થયો છે. ઉપરાંત પહેલાના સમયમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ હવે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને જેથી ધંધા રોજગારીમાં વધારો થયો છે. લોકો ધંધા તરફ વધુ આગળ વધ્યા છે. જ્યારે સાપુતારા માનસ ફેસ્ટિવલમાં દર્શની વાત અને રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસે આદિવાસી સમાજ દ્વારા જે પરંપરાગત નૃત્યથી પણ આદિવાસી સમાજના લોકોમાં આવકમાં વધારો થયો છે. - કિશોર ગામીત (સાપુતારાના સ્થાનિક આગેવાન)

પ્રવાસીઓ આવીને કરે છે એડવેન્ચર : દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મોનસુન સાપુતારા ફેસ્ટિવલમાં લાખોની સંખ્યામાં સેલાણીઓ સાપુતારાની મુલાકાત કરે છે, ત્યારે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપી, મોલ રોડના વિકાસની કામગીરી સહિતની વિવિધ પ્રવાસી સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે સહેલાણીઓ માટે દહીં-હાંડી સ્પર્ધા, રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ તેમજ નેચર ટ્રેઝર હન્ટ જેવી રોચક રમતો મુખ્ય આકર્ષણ હોય છે. જ્યાં આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ રંગે ચંગે થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સાપુતારા મોનસુન ફેસ્ટિવલ ટેન્ડરિંગ પણ બહાર પાડવામાં આવ્યું છે.

  1. Surat Crime : પતિએ પત્નીને સાપુતારા હોટેલમાં નિરાધાર ત્યાગી, સબક શીખવાડવા માટે પોતાના જન્મદિવસ પર કર્યું આવું
  2. Polo Forest : ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો, ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વીલા મોઢે પરત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.