ગાંધીનગર: આ બેઠકમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે. તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે. રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર-સિકંદરાબાદ 580 કિ.મી.ની હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે. રશિયામાં પણ સેન્ટ પિટ્સબર્ગથી મોસ્કો સુધી 625 કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ અંતર માત્ર 3 કલાક, 15 મિનિટમાં કાપી શકાય તેવી ઝડપે હાઇસ્પીડ રેલ સફળતાપૂર્વક કાર્યરત કરી છે. આ સંદર્ભમાં તેઓ હવે ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં પણ યોગદાન આપવા તત્પર છે.
![gabndhii](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6050187_jgf.jpg)
આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત- ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી આપી હતી. તેમજ ડિઝાઇન તૈયાર થયાના 2 વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.