ગાંધીનગર: રાજ્યમાં ફિક્સ કર્મચારીઓ દ્વારા ચાલી રહેલા કાર્યક્રમોએ સરકારને ફિક્સ પે મુદ્દે બોલવા બાબતે મજબૂર કર્યા છે. સરકાર ફિક્સ પે બાબતે નિર્ણય લે તે માટે ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા દિવાળી સુધી અલગ અલગ કાર્યક્રમની જાહેરાત કરી વિરોધ સાથે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ફિક્સ પે બાબતે કોઈ મજબૂત બેઝ ન હોવાનું નિવેદન નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ આપ્યું છે.
આનંદીબેન પટેલથી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત : ફિક્સ પે બાબતે કર્મચારીઓ દ્વારા અનેક વખત સતત રજૂઆત કરવામાં આવી છે, આ બાબતે ફિક્સ પે ટીમના આગેવાન ભારતેન્દુ રાજગોરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રિમૂવ ફિક્સ પે માટે કર્મચારી મહામંડલ અને કર્મચારીઓના અન્ય મંડળો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યમાં 40થી વધુ કર્મચારીઓ મંડળ છે તેમના થકી પણ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે મંગળવારે જનતા દિવસ હોય છે. ત્યારે પણ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે...ભારતેન્દુ રાજગોર (રિમૂવ ફિક્સ પે આગેવાન)
સરકારે ફિક્સ પે બાબતે શું નિવેદન આપ્યું : રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ દ્વારા દિવાળી સુધી અલગ અલગ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે ત્યારે આ બાબતે રાજયના પ્રવક્તા પ્રધાન અને નાણા પ્રધાન કનુ દેસાઈ ફિક્સ પે મુદ્દે મૌન તોડ્યું હતું.
ફિક્સ પેનું હજી સુધી કોઈ જ પ્રકારનું રાજ્ય સરકારના વિચારણામાં આવ્યું નથી. પરંતુ આ પ્રશ્ન જ્યારે આવશે તો તેનો સુખદ અંત લાવીશું. અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો આવ્યા છે તેવા પ્રશ્નોને ઉકેલી દીધા છે. જ્યારે ફિક્સ પે બાબતે એક બેઝ અને પ્લેટફોર્મ તૈયાર થાય કે ક્યારથી આ પ્રશ્ન પડતર છે કેટલા વખતથી પ્રશ્ન છે, તેના માટેના નીતિ નિયમો નક્કી કરવા પડે જેથી જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે ચર્ચા કરવામાં આવશે..કનુ દેસાઈ (નાણાંપ્રધાન)
છેલ્લી રજૂઆત કનુભાઈ દેસાઈને કરાઈ હતી : કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ ફિક્સ પે બાબતની વાત કરતા ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે તે સ્પષ્ટ યાદ નથી. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ફિક્સ પે બાબતની માંગ કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કરવામાં આવે છે. હવે તો મંડળના હોદ્દેદારો પણ બદલાઈ ગયા છે પરંતુ આ બાબતની રજૂઆત સતત સરકારમાં થતી હોય છે. ઉપરાંત સરકારે પણ અનેક વખત અમને કહ્યું છે કે કોર્ટમાં કેસ હોવાથી આ બાબતે અમે નિર્ણય નથી લઈ શકતા. જ્યારે હમણાં છેલ્લી વખત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈને પણ ફિક્સ બે બાબતની રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર કોર્ટ કેસ પરત ખેંચે તો થઈ શકે નિર્ણય : રિમૂવ ફિક્સ પે ટીમના આગેવાન ભારતેન્દુ રાજગોરે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આપ્યો હતો. જેમાં ફિક્સ પેના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. ફિક્સ પેમાં કર્મચારીઓનું શોષણ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
કર્મચારીઓ કયા કાર્યક્રમોનું આયોજન કર્યું : રાજ્ય સરકારમાં 70 થી 80 હજાર ફિક્સ પે કર્મચારીઓ છે. ફિક્સ પે વિરોધમાં કર્મચારીઓ સરકારના વિરોધ માટેનું આયોજન કર્યું છે. જેમાં રક્ષાબંધન તહેવારમાં મહિલા કર્મચારીઓ દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર સાથે રાખડી મોકલવામાં આવી હતી ત્યારે હવે જન્માષ્ટમીમાં ફિક્સ પે મટકી ફોડ ના કાર્યક્રમો તમામ સરકારી ફિક્સ કર્મચારીઓ ના આવાસ યોજનામાં અને ગરબા માં ફિક્સ પે દૂર કરોના પોસ્ટર સાથેની ગરબા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Abolish Fixed Pay Campaign : ફિક્સ પગારમાં કામ કરતા બહેનોએ CM અને PM ને રાખડી મોકલી, ફિક્સ પે હટાવવાની ભેટ માંગી
- Gandhinagar News : ફિક્સ પે પરના હજારો કર્મચારીઓ કરશે અનોખો વિરોધ, સુપ્રીમ કોર્ટમાંથી સરકારની અરજી પાછી ખેંચવા માગણી
- શિક્ષકો ફરી મેદાનમાં : જૂની પેન્શન નીતિ, ફિક્સ પે મુક્તિ બાબતે 13થી 15 સપ્ટેમ્બર સુધી પ્રતીક ઉપવાસ રૂપી આંદોલન