ETV Bharat / state

ગાંધીનગરમાં કોરોનાની રસીને લઈ નોંધણી કાર્ય પુરજોશમાં - કોરોનાની રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન ટૂંક સમયમાં આવશે, તેવી જાહેરાતને પગલે રાજ્ય સરકારોને આ વેક્સીન વિતરણ માટે વ્યવસ્થા કરવામાં સૂચનો અપાયા હતા. જેની સ્ટોરેજ અને પસંદગીની યાદી તૈયાર કરવાનું કાર્ય ગાંધીનગરમાં પુરજોશમાં ચાલી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, Gandhinagar News, Corona Vaccine Registration
ગાંધીનગરમાં કોરોનાની રસીને લઈને નોંધણી કાર્ય પુરજોશમાં
author img

By

Published : Dec 11, 2020, 8:17 AM IST

● ગાંધીનગરમાં કોરોના રસીકરણને લઈને તૈયારીઓ પૂરજોશમાં

● રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

● સંભવિત પસંદગીની સોફ્ટવેરમાં એન્ટ્રી ચાલુ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન ટૂંક સમયમાં આવશે, તેવી જાહેરાતને પગલે રાજ્ય સરકારોને આ વેક્સીન વિતરણ માટે વ્યવસ્થા કરવામાં સૂચનો અપાયા હતા. જેની સ્ટોરેજ અને પસંદગીની યાદી તૈયાર કરવાનું કાર્ય ગાંધીનગરમાં પુરજોશમાં ચાલી રહ્યું છે.

ગાંધીનગરમાં 12,600 હેલ્થ વર્કર્સની નોંધણી

સરકારે નક્કી કરેલી પ્રાથમિકતા પ્રમાણે સૌ પ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. જેમાં ડૉકટર, નર્સ, સફાઈકર્મી જેવા કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં સરકારી અને ખાનગી મળીને કુલ 12,600 હેલ્થ વર્કર્સની નોંધણી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં કોરોનાની રસીને લઈને નોંધણી કાર્ય પુરજોશમાં

રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

સરકારના ડિપાર્ટમેન્ટમાં કોવિડ રિલેટેડ કામગીરી કરનાર 4,000 લોકોની યાદી તૈયાર કરાઈ છે. 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ત્યારબાદ વેક્સિન આપવામાં આવશે. જેનો આંકડો ગાંધીનગરમાં છેલ્લે 3.29 લાખ નોંધાયો છે. 50 વર્ષ કરતાં ઓછી ઉંમરમાં કો-મોરબીડીટીથી પીડાતા લોકોને આ વેક્સિન આપવામાં આવશે. જેના સર્વેની કામગીરી ચાલુ છે.

સંભવિત પસંદગીની સોફ્ટવેરમાં એન્ટ્રી ચાલુ

ચૂંટણી પ્રકિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અન્ય વિભાગમાં સંકળાયેલા કર્મચારીઓને વિશેષત આ વેક્સીન આપવામાં આવશે. એટલે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી કરનારા ચૂંટણી કર્મચારીઓને રસી અપાશે. મતલબ કે, જો ચૂંટણી ફેબ્રુઆરીના અંતમાં યોજાઇ તો તે પહેલા રસી આવી જશે.

આમ અત્યારે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન મુજબ માહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્ય વિભાગની ટીમો રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.