ETV Bharat / state

રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ : 10,459 જવાનોની થશે ભરતી

ગુજરાત સરકાર દ્રારા આજે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્રારા આજે લોકરક્ષક ભરતી(Lokarakshak Recruitment) બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળના વર્ગ-૩ની જગ્યાઓ(Police class-3 posts)માટેની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ :  10,459 જવાનોની થશે ભરતી
રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ : 10,459 જવાનોની થશે ભરતી
author img

By

Published : Oct 23, 2021, 5:08 PM IST

  • રાજ્યમાં પોલીસ ભરતીની મહત્વની જાહેરાત
  • 10, 459 LRDની ભરતીની જાહેરાત કરી
  • રાજ્યમાં 100 દિવસના આયોજનમાં એક્શન શરૂ
  • 8476 અને 1983 મહિલા ઉમેદવારોની થશે ભરતી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગમાં ખાલી પડેલી કુલ 27, 847 જગ્યાઓ પર ટૂંક સમયમાં જ ભરતી કરવાની 4 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરી હતી. ત્યારે આજે 10,459ની LRD ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ભરતી પ્રક્રિયા 100થી 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યના લોકરક્ષક ભરતી બોર્ડ(Recruitment Board) દ્વારા ગુજરાત પોલીસ દળના વર્ગ-૩ની જગ્યા(Police class-3 posts)ઓ માટેની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ની હથિયારી બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને એસઆરપીએફ કોન્સ્ટેબલ(SRPF Constable)ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે 23 ઓક્ટોબર બપોરના 3 કલાકથી 9 નવેમ્બર રાત્રીના બાર વાગ્યા દરમ્યાન ગુજરાત પોલીસ ભરતી(Police recruitment)ની જાહેરાતના જણાવ્યા પ્રમાણે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ક્યાં ઉમેદવારોની જગ્યા

કુલ જગ્યા 10,459

મહિલા ઉમેદવાર 1983

પુરુષ ઉમેદવાર 8476

શારીરિક કસોટી પાસ થનાર ઉમેદવાર

રાજ્ય સરકાર દ્વારા ગ્રુપ અગ્નિપરીક્ષામાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શારીરિક કસોટીમાં પાસ થનારા તમામ ઉમેદવારો લેખીત પરીક્ષામાં ભાગ લઇ શકશે. જ્યારે પહેલો નિયમ એવા હતા કે જે તે જગ્યાના અંદર ઘણા ઉમેદવારો જે લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકતા હતા. પરંતુ હવે તમામ ઉમેદવારો કે જેઓ એ શારીરિક પરીક્ષામાં પાસ થયા હોય તેવા ઉમેદવારો લેખીત પરીક્ષામાં પાસ થશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિભાગમાં બહાર પાડવામાં આવેલા વિભાગની ભરતી પરીક્ષા એકદમ વધુ તક રહેશે.

19 સપ્ટેમ્બરના દિવસે યોજાઈ હતી બેઠક

ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગમાં ખાલી પડેલી જગ્યા 2019 સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી(HM Harsh Sanghvi)પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ બેઠક યોજીને રાજ્યના ગૃહ વિભાગમાં ખાલી પડેલી જગ્યા બાબતે ચર્ચા કરી હતી. અને તાત્કાલિક ધોરણે નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા આચારસંહિતાના અમલને ધ્યાનમાં લઇને જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતી મામલે ગાંધીનગરની ટીમ કરી રહી છે તપાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.