ETV Bharat / state

25 વર્ષ કરતાં જુના મકાનોનું થશે પુન:નિર્માણ, વિધાનસભામાં મંજુર થયેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજુરી

ગાંધીનગર: ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ,1991ને વધુ સુધારવા બાબતેનું વિધેયક તારીખ 22 ફેબ્રુઆરી 2019ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. જેને પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીએ 8 માર્ચના રોજના રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલવામાં આવ્યુું હતું. જેના પર હવેે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજુરીની મહોર મારવામાં આવી છે.

author img

By

Published : Aug 3, 2019, 10:26 AM IST

25 વર્ષ કરતાં જુના મકાનોનું થશે પુન:નિર્માણ, વિધાનસભામાં મંજુર થયેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજુરી

રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા મંજુર કર્યા બાદ રાજ્યના વૈધનીક પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અધિનિયમની જોગવાઇઓનો અમલ કરતી વખતે રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે, આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુન:વિકાસની આવશ્યકતા હોવા છતાં, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારા તમામ સભ્યોની સર્વસંમતિના અભાવે આવો પુન:વિકાસ કરવો શક્ય નથી.

જો જર્જરિત મકાનોનું સમયસર પુન:વિકાસ કરવામાં ન આવે તો તેમાં રહેતા લોકોનો જીવન જોખમમાં મુકાય શકે તેવી સંભાવના રહેલી છે. તેથી આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે. સુધારા વિધેયકમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, જે મકાનોને 25 વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી 75 ટકા જેટલી કે તેનાથી વધુ સંખ્યામાં સંમતિ આપવામાં આવે તો આ પ્રકારના મકાનોનું પુન: નિર્માણ અને પુન: વિકાસ કરી શકાશે.

પ્રધાન જાડેજાએ કહ્યું હતું કે, જર્જરિત અને પુન:વિકાસ કરવા લાયક મકાનોના માલિકો અને ભોગવટો કરનારાઓની સંમતિ મેળવ્યા બાદ તેના વિકાસ માટેની જોગવાઇ કરવામાં આવશે.

આ ઉપરાંત જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ સભ્યોની સંમત્તિ મેળવીને 25 વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા મકાનોનો પુન: વિકાસ કે પુન: નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ અથવા બોર્ડે નિયુકત કરેલ કોઇ એજન્સીએ તે મકાનમાં વસવાટ કરનાર માલિકો અને ભોગવટાકાર વ્યક્તિઓને વૈકલ્પિક આવાસ અથવા તેને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે.

Intro:ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ને વધુ સુધારવા બાબતનું આ સુધારા વિધેયક તા. ૨૨.૦૨.૨૦૧૯ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું અને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ૦૮. માર્ચના રોજના રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલવામાં આવ્યુ હતું જેના પર આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે.

         રાષ્ટ્રીયપતિ કોવિંદ દ્વારા મંજુર કર્યા બાદ રાજ્યના વૈધનીકપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અધિનિયમની જોગવાઇઓનો અમલ કરતી વખતે રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે, આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુન:વિકાસની આવશ્યકતા હોવા છતાં, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારા (ભોગવટેદારો) તમામ સભ્યોની સર્વસંમતિના અભાવે આવો પુન:વિકાસ કરવો શક્ય ન હતો. આવા મકાનોનો સમયસર પુન:વિકાસ કરવામાં ન આવે, તો તેમા રહેતા લોકોનું જીવન જોખમમાં મૂકાય તેવી સંભાવના હોવાથી, આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા છેBody:આ સુધારા વિધેયકમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે મકાનોને ૨૫ વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી ૭૫% થી ઓછી ન હોય તેવી સંખ્યામાં સંમત્તિ આપવામાં આવે તો આ પ્રકારના મકાનોનું પુન: નિર્માણ અને પુન: વિકાસ કરી શકાશે. આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારામાંથી ૭૫ ટકાથી ઓછા નહિ તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારાની સંમતિ મેળવ્યા પછી જ આવા જુના મકાનોના પુન:વિકાસ માટેની જોગવાઇ કરવાના હેતુથી આ અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે તેમ મંત્રીશ્રી જાડેજાએ કહ્યું હતું.
Conclusion:આ ઉપરાંત જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ સભ્યોની સંમત્તિ મેળવીને ૨૫ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા મકાનોનો પુન: વિકાસ કે પુન: નિર્માણ કરવાનો નિર્ણય કરે ત્યારે બોર્ડ અથવા બોર્ડે નિયુકત કરેલ કોઇ એજન્સીએ તે મકાનમાં વસવાટ કરનાર માલિકો અને ભોગવટાકાર વ્યક્તિઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. આમ, હવે ગુજરાતમાં આ પ્રકરના જુના મકાનોને સ્થાને નવા મકાનો પુન: નિર્માણ પામશે અને જ્યાં સુધી નવા મકાનો બને નહિ ત્યાં સુધી મૂળ માલિકો અને ભોગવટો કરનારાઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.