ગાંધીનગર: ગુજરાતમાં ત્રણ રાજ્યસભાની બેઠકો ઉપર 18 ઓગસ્ટ 2023 ના રોજ બેઠકો ખાલી થઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ગોવા અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 10 જેટલી રાજ્યસભાની બેઠકો ઉપર ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 13 જુલાઈએ દાવેદારી કરવાનો અંતિમ દિવસ છે ત્યારે 10 જુલાઈ સોમવારે 12:39 કલાકે કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકર ગુજરાત વિધાનસભામાં ચોથા માળે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
નેતાઓ રહેશે હાજરઃ ગુજરાતની ખાલી પડેલ ત્રણ બેઠકો જેમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન દિનેશ અનાવાડીયા અને જુગલજી ઠાકોર કે જેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ છે પરંતુ તેઓની 18 ઓગસ્ટ 2023 ના રોજ સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે બે બેઠકો ઉપર નામ બદલાશે અને એક બેઠક કે જે વિદેશ પ્રધાન એસ જય શંકરની છે તેને યથાવત રાખવામાં આવશે ત્યારે ભાજપ પક્ષ આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે અને સોમવારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે એસ જયશંકર રાજ્ય સભાનું ફોર્મ ભરશે આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ સહિત જ નેતાઓ પણ ઉમેદવારી દરમિયાન હાજર રહેશે.
નામ જાહેર થવાના બાકીઃ આ સમગ્ર બાબતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ઈટીવી ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ સત્તાવા રીતે આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરશે. સત્તાવા રીતે ઉમેદવારો સોમવારથી ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીએ છે કે, રાજ્યસભાની બેઠકમાં બે નામ પર ખાસી ચર્ચાઓ કેન્દ્રીય ભાજપ મંડળ દ્વારા કરવામાં આવી છે. આ બે નામ અને બે ચેહરા એકદમ નવા જ હશે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.
કોંગ્રેસની વાતઃ રાજ્ય સભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે કે નહીં તે બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતા પ્રમાણ માં સંખ્યા નથી. કોંગ્રેસ તોળજોડની રાજનીતિમાં માનતી નથી એટલે અમે ઉમેદવારો નહીં જાહેર કરીએ. રાજ્યસભાની ચૂંટણીમાં એક પક્ષ જોડે ઓછામાં ઓછા 45 ધારાસભ્ય હોવાનો નિયમ ફરજિયાત છે.
17 ધારાસભ્યોઃ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ પાસે ફક્ત 17 જ ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના ફક્ત 17 જેટલા જ ધારાસભ્યો છે. જો કોંગ્રેસને 5 જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના ધારાસભ્યનો ટેકો મળે તો પણ 25 જ ધારાસભ્ય કોંગ્રેસ તરફી જોવા મળે છે. આમ ફરીથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપનું જ પ્રતિનિધિત્વ જીતશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નિષ્ણાંતનો મતઃ રાજ્યસભાની ચૂંટણી બાબતે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી અત્યારના જ સ્પષ્ટ છે અને ભાજપ ફરીથી ત્રણે ત્રણ બેઠકમાં જીત મેળવશે. જ્યારે કોંગ્રેસ ફક્ત હરીફાઈ માટે જ ઉમેદવારો જાહેર કરશે જ્યારે 156 બેઠકોની બહુમતી હોવાથી ભાજપ દર વખતની જેમ આ વખતે પણ ઉમેદવારોની સરપ્રાઇઝ આપવામાં આવશે. વર્ષ 2024 ની ચૂંટણીને ધ્યાનમાં લઈને જ્ઞાતિ વાઇઝ અને વિસ્તાર પ્રમાણે ટિકિટ આપવામાં આવશે.