ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી પરિણામ: ભાજપના બંને ઉમેદવારોનો વિજય, જાણો કેટલા મતે થયો વિજય - congress

ગાંધીનગરઃ ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ બંને બેઠકો ભાજપે કબ્જે કરી લીધી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આખો દિવસ રાજકારણમાં ગરમાવો રહ્યો હતો.

fs
author img

By

Published : Jul 5, 2019, 11:53 PM IST

વિધાનસભા સંકુલમાં આજે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર ફરીથી ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપે ઉમેદવાર એસ જયશંકર અને જુલગજી ઠાકોર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેમાં ચૂંટણીના અંતે ભાજપના બંને ઉમેદવારોના વિજય બન્યા છે. સમગ્ર દિવસ રાજ્યસભાની ચૂંટણી અને તેની મતગણતરી માટે સમર્પિત રહ્યો હોય તેમ જણાયું હતુ.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોનો વિજય

મતદાન કરવાના સમયની શરૂઆતથી જ ભાજપ પક્ષના તમામ સભ્યો મતદાન કરવા આવી રહ્યા હતા. 11 વાગ્યા સુધીમાં ભાજપના 40થી વધારે ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના 5 જેટલા જ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ મતદાન કર્યા બાદ કોંગ્રેસે દિલ્હી ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી. જેના કારણે કલાકો સુધી મતગણતરી અટકવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસની વાંધા અરજીનો અસ્વીકાર કરતા મતગણતરી શરૂ કરાઈ હતી.

મતગણતરીમાં પ્રથમ બેઠક માટે મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાની હાર થઈ હતી અને ભાજપના ઉમેદવાર એસ. જયશંકર વિજયી બન્યા હતા. આ પ્રથમ બેઠકમાં કુલ 175 વોટ પડ્યા હતા જ્યારે 1 મત રદ કરવામાં આવ્યો હતો. ભાજપને 104 અને કોંગ્રેસને 70 મત મળ્યા હતા.

જ્યારે બીજી બેઠકમાં કોંગ્રેસના ચંદ્રીકાબેન ચુડાસમા અને ભાજપમાંથી જુગલજી ઠાકોર ઉમેદવાર હતા. જેમાં ભાજપ ને 105 અને કોંગ્રેસ ને 70 મત મળ્યા હતા. આમ ભાજપના બંને ઉમેદવારો વિજયી બન્યા હતા.

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પહેલેથી નક્કી હતું કે, ભાજપના જ બંને ઉમેદવારનો વિજય થશે, અમારી પાસે પૂરતું સંખ્યા બળ હતું, જ્યારે કોંગ્રેસ પહેલેથી આડોળાઈ કરતી હતી, મત ગણતરીમાં કોંગ્રેસે પગ આડા કર્યા તેમ છતાં પણ તેમના ઉમેદવારોનો પરાજય થયો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપના બન્ને ઉમેદવાર વિજયી બની ગયા છે, કોંગ્રેસને જે પ્રકારના મત મળવા જોઈતા હતાં, તે પ્રમાણે મળ્યાં નથી. ભાજપને તેમના કરતાં વધારે મત મળ્યા છે. તેમણે બંને વિજય રાજ્યસભા સાંસદોને શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યસભાના ઉમેદવાર અને વિદેશપ્રધાન એસ.જયશંકર વિજેતા બનતા જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરૂ છુ, હાલ એવો કોઈ દેશ નથી, જયાં ગુજરાતીના હોય, ગુજરાતી વધુ ગ્લોબલ હોય છે, દેશમાં ગુજરાતનું વધું યોગદાન છે, ભારતનો નાગરિક જયાં પણ હોય તેમની મદદ કરવા માટે તૈયાર છીએ, ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, આ જીતે આપણો સંબંધ વધારે સારો બનાવ્યો છે. જ્યારે જુગલજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. જીત બાદ વિધાનસભા સંકુલના હોલમાં વિજયી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

Intro:રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ના બન્ને ઉમેદવારોનો ભવ્ય વિજય.. ભાજપે વિજયી ઉમેદવારો ફુલહાર કરાવ્યા..

વિધાનસભા સંકુલમાં આજે રાજ્ય સભા ની ખાલી પડેલી બેઠકો પર ફરીથી ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભાજપે ઉમેદવાર એસ જયશંકર અને જોગાજી ઠાકોર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જેમાં ચૂંટણીના અંતે ભાજપના બંને ઉમેદવારોના વિજય થયા હતા...
Body:રાજ્યસભા ની ચૂંટણી પુરા દિવસ ની વાત કરવામાં આવે છે, મતદાન કરવાના સમય ની શરૂઆત થી જ ભાજપ પક્ષના તમામ સભ્યો વારાફરતી દ્વારા મતદાન કરવા આવી રહ્યા હતા 11 વાગ્યા સુધીમાં ભાજપના 40થી વધારે દાદા સભ્યોએ મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના 5 જેટલા જ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે તમામ ધારાસભ્યોએ મતદાન લાર્યું હતું પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એ ક્રોસ મતદાન કર્યા બાદ કોંગ્રેસે દિલ્હી ચૂંટણી પંચ સુધી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં કલાકો સુધી મતગણતરી અટકવામાં આવી હતી જે કેન્દ્રીય ચૂંટણી પંચ ની અરજીનો અસ્વીકાર કરતા મતગણતરી ફરી થી શરૂ કરવામાં આવી હતી.

મતગણતરી માં સૌ પ્રથમ બેઠક માટે મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ગૌરવ પંડ્યાની હાર થઈ હતી અને ભાજપના ઉમેદવાર એસ. જયશંકર વિજયી બન્યા હતા. આ પ્રથમ બેઠકમાં કુલ 175 વોટ પડ્યા, 1 મત રદ, ભાજપ ને 104 અને કોંગ્રેસ ને 70 મત મળ્યા.. એક વોટ રદ કરવામાં આવ્યો...

જ્યારે બીજી બેઠકમાં કોંગ્રેસના ચંદ્રરીકા બેન ચુડાસમા અને ભાજપ માંથી જુગલજી ઠાકોર ઉમેદવાર હતા. જેમાં ભાજપ ને 105 અને કોંગ્રેસ ને 70 મત મળ્યા હતા. આમ ભાજપ ના બંને ઉમેદવારો વિજયી બન્યા હતા.

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પહેલે થી નક્કી હતું લે ભાજપના જ બંને ઉમેદવાર નો વિજય થશે, અમારી પાસે પૂરતી સંખ્યા બળ હતું, જ્યારે કોંગ્રેસ પહેલેથી આડોળાઈ કરતી હતી, મત ગણતરી માં કોંગ્રેસે પગ આડા કર્યા તેમ છતાં પણ તેમના ઉમેદવારો નો પરાજય થયો છે. હોવી બંને વિજયી ઉમેદવારો ગુજરાતના વિકાસ ને વધુ વેગ આપશે..

ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપના બન્ને ઉમેદવાર વિજયી બની ગયા છે, કોંગ્રેસ ને જે પ્રકારના મત મળવા જોઈતા હતાં, પણ તેમનાં કરતા પણ વધું મત અમને મળ્યા છે.બન્ને ઉમેદવારને અભિનંદન આપુ છુ, ધારાસભ્યોએ સારાં મત માંડ્યા છે,

રાજ્યસભાના ઉમેદવાર અને વિદેશપ્રધાન એસ.જયશંકર વિજેતા બનતા જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરૂ છુ, જ્યારે એવો કોઈ દેશ નથી જયાં ગુજરાતી ના હોય, ગુજરાતી વધું ગ્લોબલ હોય છે, દેશમાં ગુજરાતનું વધું યોગદાન છે, ભારત નો નાગરિક જયાં પણ હોય તેમની મદદ કરવા માટે તૈયાર છીએ, ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, આપણો સબધ વધું સારો બવ્યો છે..Conclusion:જ્યારે જુગલજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. જીત બાદ વિધાનસભા સંકુલના હોલમાં વિજયી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.