વિધાનસભાના મિટિંગ રૂમમાં એક ખાસ બેઠકનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પક્ષના પ્રમુખ જીતુ વાઘાણી સહિતના તમામ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગેનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. વોટિંગ કાઈ રીતે કરવું, વિપક્ષનો વિરોધ કાઈ રીતે કરવો તે અંગેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેઓને પણ બેઠકનું આયોજન વિશે માહિતગાર કર્યા હતા.