નિતીન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓ તથા જાહેર નાગરિકતાના ઉપયોગના કેન્દ્રો જેવા કે એસ.ટી. સ્ટેશન, પંચાયત ઘરો વગેરેને તાજેતરમાં અદ્યતન કરી સુંદર, ભવ્ય બનાવવા સાથે લોકોની સરળતા-સુગમતા અને ઉપયોગિતામાં વધારો થાય તેવી રીતે બનાવવામાં આવ્યા છે. બધા જાહેર ઉપયોગિતાના માળખાના વિકાસ તથા જન ઉપયોગીતા યોજનાઓના કાર્યાન્વયન માટે મોટી નાણાકીય જોગવાઇ તથા આર્થિક સધ્ધરતાની જરૂર પડતી હોય છે. જેના માટે વિવિધ સ્રોતોમાંથી આવકની જરૂર પડે છે. તેમાં GST સૌથી અને મહત્વનો સ્ત્રોત છે.
આ ઉપરાંત કુદરતી આફતો તથા આપત્તિઓને પહોંચી વળવા માટે નાણાની જરૂર પડતી હોય છે ત્યારે કરવેરા માળખું સુદ્ર્ઢ હોય તે સમયની માંગ છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે, GST એ દેશ માટે કર માળખાનું ક્રાંતિકારી પગલું છે, રાજ્ય સરકારે તેના સફળ અમલીકરણ દ્વારા દેશને આ માટેની રાહ ચીંધી છે.