ETV Bharat / state

10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે થશે ખરીદીનો પ્રારંભ, કરાવો નોંધણી - crops Meeting in Gandhinagar

ગાંધીનગરમાં ચાલુ વર્ષે પાકોની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જાણવામાં આવ્યું કે, ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી (online crop registration) કરવાની રહેેશ. જે આગામી તારીખ 01મી ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે. (crop support price in gujarat)

10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે થશે ખરીદીનો પ્રારંભ, કરાવો નોંધણી

author img

By

Published : Jan 12, 2023, 8:52 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 01મી ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું.

ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે બેઠક કૃષિપ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિપ્રધાન રાઘવજી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તારીખ 10 માર્ચ 2023થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

આ પણ વાંચો કપાસના ભાવમાં કડાકો: ટેકાના ભાવ ન મળતા ખેડૂતોએ વેચાણમાં બ્રેક મારી

ટેકાના ભાવથી ખરીદી માટે નોંધણી કૃષિપ્રધાન વધુમાં કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા તારીખ 01મી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCE ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

આ પણ વાંચો છોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા, કારણ જાણી ચોંકી જશો

ચાલુ વર્ષે પાકનો ભાવ કૃષિપ્રધાન ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6,600 એટલે કે પ્રતિ મણ 1,320 ચણા માટે પ્રતિ ક્વિ. 5,335 એટલે કે પ્રતિ મણ 1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,450 એટલે કે પ્રતિ મણ 1,090નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. તેમ પણ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.