ETV Bharat / state

Gujarat Budget 2023 : શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું, 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે - Gujarat Budget 2023

ગુજરાત બજેટ 2023-2024 રજુ કરતા નાણાપ્રધાન કનુ દેસાઇએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડની જાહેરાત કરી છે. સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 5 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Budget 2023 : શિક્ષણ વિભાગ માટે  43,651 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે

author img

By

Published : Feb 24, 2023, 1:18 PM IST

Updated : Feb 24, 2023, 1:45 PM IST

Gujarat Budget 2023 : શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું, 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે

ગાંધીનગર : ગુજરાત બજેટ 2023-2024 રજુ કરતા નાણાપ્રધાન કનુ દાસાઇએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડની જાહેરાત કરી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 3109 કરોડની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું છે.

વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે : દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે.

શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું : શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું છે. સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે 64 કરોડ, સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે 5 કરોડની જાહેરાત કરવામાં આવી છે. અંદાજે 6 હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ.

વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ : અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જાહેરાત કરવામાં આવી છે. SC, ST, લઘુમતી અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

RTE યોજના : ધોરણ 1 થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે 20 હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા 50 કરોડની જાહેરાત કરી છે. સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.

આ પણ વાંચો : Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ : ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે 390 કરોડની જોગવાઈ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા 401 કરોડની જોગવાઇ કરી છે. નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા 150 કરોડની જોગવાઈ, યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-2.0 અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે 70 કરોડની જાહેરાત, રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 64 કરોડની જાહેરાત, પૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા 35 કરોડની જાહેરાત, ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા 30 કરોડની જાહેરાત, સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 5 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Pillars of Gujarat Budget 2023 : કનુ દેસાઇના બજેટમાં 5 આધારસ્થંભ, કયા છે સમજો

Last Updated : Feb 24, 2023, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.