ગાંધીનગર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાંં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ગાંધીનગર નવા સચિવાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા ( Prayer meeting at Gandhinagar New Secretariat ) યોજાઇ હતી. આ પ્રાર્થનાસભામાં મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓને ભાવસભર શ્રદ્ધાંજલિ (Tribute to Morbi Bridge Collapse victims) અર્પણ કરી હતી.
ગુજરાતમાં રાજકીય શોક ગાંધીનગર નવા સચિવાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ( Prayer meeting at Gandhinagar New Secretariat ) સર્વધર્મ પ્રાર્થના તેમજ વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા આજે 2 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.
દિવંગતોના આત્માને શાંતિની પ્રાર્થના આ ઉપરાંત મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આજે વિવિધ સ્થળોએ પ્રાર્થનાસભાનું ( Prayer meeting at Gandhinagar New Secretariat ) આયોજન કરવામાં આવ્યું હતું.